________________
૧૮
તવ એક જ છે, પરંતુ વિરોધી દ્વોના વિગ્રહ ( ‘eri s' = strife) અને લડાઈ (“p ole m o s”)ને લીધે વિશ્વની ઉત્પત્તિ થાય છે અને નિયમ અનુસાર નિયતિની ક્રૂર દેવીઓ (Furies) સૂર્યની પણ પાછળ પડે છે અને તેને નિયમબદ્ધ રાખે છે. એક અને અનેક તથા પરિણામી તત્ત્વ અને તેના આવિર્ભાવ, તથા પરિણામમાં વ્યક્ત થતી નિયતિની દેવી આ તમામ વિચારસરણીને પડઘો પડેટની ફિલસૂફીમાં પણ પડે છે જે કંઈ અંતિમ તત્ત્વ છે તે એક અને અનેક બને છે અને એ બે વચ્ચે જે ભેદ પડે છે તે દ્વારા જ તે પાછાં એકત્વને પામે છે“The reality is both many and one and in its division, it is always being brought together."
પ્લેટનું આ વાક્ય સીધું હીરેકલેઈટસમાંથી ઉતરી આવ્યું હોય એમ લાગ્યા વગર રહેતું નથી.
હીરેકલેઇટોસ પોતાની ફિલસૂફીમાં કોઈ ગૂઢ રહસ્યનું પ્રતિપાદન કરતો હોય એમ આપણને લાગે છે. પરિવર્તનશીલ પરિણામે, અને તેમાં રહેલું તત્ત્વ તથા એક તે અનેક કઈ રીતે થાય છે એનું નિરૂપણ કરવું અતિશય મુશ્કેલ છે. આંતરિક દૃષ્ટિની મદદથી હીરેકલેઈટસ ફિલસૂફીના આ ઊંડામાં ઊંડા પ્રશ્નનું નિરાકરણ પિતાની રીતે કરે છે, જ્યારે એલીએટિક પારમેનાઈડીઝે બુદ્ધિની મદદથી ઈન્દ્રિયગોચર પરિવર્તનશીલ પરિણામેનાં અંગને દાબી દીધું અને શુદ્ધ, કેવલ, નિત્ય, અપરિણમી તત્વને જ સ્વીકાર કર્યો. એક બાજુ ફૂટસ્થ, નિત્ય, અવિનાશી, પરિણામી તત્વ જ છે, આ અને બધાં
<. " War is the father of all and king of all”. “ All thiags becoming according to strife" and “To know that strife is justice." હીરલેસ કહે કે ' Bios (Bow ધનુષ્ય)=B os (Life) : આ પ્રકારને શ્લેષ આપણી ભાષામાં શક્ય નથી,