________________
ખરું.
વળી આપણું ખેડૂતને ખેડ કરવા બળદ મળી રહે—) અને કડિયા તેમજ ખેડૂતને માલ તાણું લાવવા ઢેર મળી રહે તથા ચમાર અને વણકરને ચામડાં તથા ઊન મળી રહે તે સારુ જે અપણે ગોવાળ ભરવાડ, કે જનાવરોના ટોળાની સંભાળ રાખનાર બીજે માણસે ઉમેરે કરીએ, ત–આપણું રાજ્ય કંઈ બહુ મોટું નહિ થઈ જાય.
એ ખરું, પરંતુ આ બધાને એમાં સમાવેશ થાય તો પછી એ બહુ નાનું રાજ્ય પણ ન ગણાય.
પછી વળી કેવા પ્રદેશમાં નગર રાજ્યની સ્થાપના થઈ છે તે વિશે પણ વિચાર કરવાનો છે—બહારથી કશી વસ્તુ આયાત કરવી ન પડે, એવી જગ્યા મળી આવે એ લગભગ અશક્ય છે.
ત્યારે નગરવાસીઓમાં એક એવો વર્ગ હોવો જોઈએ જે બીજા નગર રાજ્યમાંથી જરૂર જોઈતો માલ લઈ આવે.
હોવો જ જોઈએ.
(૩૭૧) પરંતુ જે (બહારના લેકે) તેમની પિતાની જરૂરિયાતો પૂરી પાડતા હોય, તે લેકોને જે કંઈ જોઈતું હોય એમાંનું કશું (આપણા) વેપારીઓ જે પિતાની સાથે લઈ ન જાય, અને ખાલી હાથે જાય, તો તેઓ ખાલી હાથે જ પાછા આવશે.
એમાં શક નહિ.
અને એથી તેઓ જે ઉત્પન્ન કરે છે, તે માત્ર પિતાને પૂરતું થઈ રહે એટલું જ ન હોવું જોઈએ, પણ ગુણવત્તામાં અને પ્રમાણમાં એવું અને એટલું હોવું જોઈએ કે જે (લેકે) તેમની પિતાની જરૂરિયાતો પૂરી પાડતા હોય તેમને પણ સગવડ મળે.
સાવ સાચું. તે પછી ખેડૂતો અને કારીગરે વધારે પ્રમાણમાં નહિ જોઈએ ? જોઈશે.