________________
GR
પરિચછેદ ર આપણે માટે વધારે સારું છે, કારણ જે આપણે ધર્મિષ્ઠ હોઈએ, તો સ્વર્ગના પ્રત્યકારમાંથી બચી જઈએ છતાં અધર્મના લાભે તે આપણે ગુમાવવા જ પડશે; પરંતુ જે આપણે અધમ હોઈએ તે લાભ આપણી પાસે રહેશે જ, અને પ્રાર્થના તથા પાપ, અને પાપ તથા પ્રાર્થના કરવાથી, દેવ તુષ્ટ રહેશે અને આપને શિક્ષા કરવામાં નહિ આવે. “પરંતુ આપણે અધમ કર્મો માટે આપણે અથવા આપણુ વંશજોને ( જ્યાં જઈ) સહન કરવું પડે એવી એક નીચલી દુનિયા પણ છે.” મારા મિત્ર, એ છે એવો વિચાર આવે એ ખરું, પણ નિગૂઢ સંપ્રદાય અને પ્રાયશ્ચિત્ત કરાવી આપે એવા દેવતાઓ પણ છે, અને એમની શક્તિ મોટી છે. વિશાળ (4) નગરો આ વાતને જ જાહેર કરે છે, અને તેમના કવિઓ અને તિષીઓ, જેઓ દેવતાનાં બાળકે છે તેઓ આ પ્રકારની જ સાક્ષી પૂરે છે.
ત્યારે દુષ્ટમાં દુષ્ટ અધર્મ કરતાં ધર્મને કયા સિદ્ધાન્ત પર કોઈ કાળે આપણે પસંદ કરી શકીએ ? (અને તે પણ) જ્યારે મેટામાં મેટા અને અસંખ્ય અધિકારી પુરુષો (જેમનાં વચને પ્રમાણભૂત ગણી શકાય એવા) આપણને એમ કહે, કે જે આપણે બહારના દેખાવ પ્રત્યે છલથી ભરેલ આદર, અને ( અંદરને) દુષ્ટમાં દુષ્ટ અધર્મ એ બેને માત્ર સાથે રાખીએ, તે જીવતાં કે મરણ પછી મનુષ્ય અને દેવોની સાથે આપણે મરછમાં આવે તેમ વતી શકીએ. () સેક્રેટિસ, આ બધું જાણ્યા પછી જેનામાં ધનની, પદવીની, કુલની કે બુદ્ધિની કંઈક પણ શ્રેષ્ઠતા છે એવા માણસને ધર્મને માન આપવાની કે ધર્મની પ્રશંસા થતી સાંભળે ત્યારે હસવું દાબી રાખવાની ખરેખર ઈચ્છા પણ ક્યાંથી થાય? અને ધર્મ સૌથી શ્રેષ્ઠ છે એમ સંતોષપૂર્વક માને, અને મારા શબ્દોમાં રહેલું અસત્ય સાબીત કરી આપે એવો જે કઈ હોય, તે પણ અધમી પ્રત્યે તે ગુસ્સે કરશે નહિ અને તેને ક્ષમા કરવા એ અત્યંત તત્પર રહેશે; કારણ તેને એટલી ખબર છે કે () પિતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિના બળે લેકે ધર્મિષ્ઠ