________________
પરિચ્છેદ ૨
પ્રશંસા કરવાની તેમની રીત આવી છે. પરંતુ દુષ્ટ લેકે વિશે બોલતાં તેઓ જુદું તાન કાઢે છે; બદબો વાળી જગ્યામાં તેઓ એને દાટે છે, અને ચાળણીમાં એમની પાસે પાણી ભરાવે છે; જયારે હજી જીવતા હેય છે ત્યારે પણ અપયશ ઓઢાડે છે, અને ધર્મિષ્ઠ હોવા છતાં જેના પર અધર્મીની છાપ પડી () ગઈ છે એવાને ગ્લાઉકોને વર્ણન કર્યું તેવી જે શિક્ષા કરવામાં આવે છે એવી શિક્ષાઓ તેમને પણ કરવામાં આવે છે. એમની સર્જક બુદ્ધિમાંથી બીજું કશું નીકળી શકતું નથી.–એકની પ્રશંસા કરવાની અને બીજાની નિંદા કરવાની એમની રીત આવી છે.
સોક્રેટિસ, ધર્મ અને અધમ વિશે બોલવાની એક બીજી રીત, જે કવિઓમાં જ નહિ પણ ગદ્યલેખકેમાં પણ મળી આવે છે, એ વિષે ફરીથી (૩૬૪) વિચાર કરવાનું હું તમને કહું છું. મનુષ્ય જાતને સર્વસામાન્ય અભિપ્રાય એમ જાહેર કરે છે કે સગુણ અને ધર્મમાં પ્રતિષ્ઠા છે, પણ તે કલેશકર અને શ્રમસાધ્ય છે, અને દુર્ગુણ અને અધર્મનાં સુખ મેળવવા સહેલાં છે, અને એ માત્ર કાયદાની અને (સામાજિક) અભિપ્રાયની દષ્ટિએ જ નિંદ્ય ગણાય છે. તેઓ એમ પણ કહે છે કે અપ્રમાણિકપણ કરતાં પ્રમાણિકપણું ઘણુંખરું ઓછું લાભકારક છે અને દુષ્ટ લેકે જે પૈસાદાર અને બીજી કોઈ રીતે લાગવગવાળા હોય, તો તેઓ સુખી છે એમ કહેવાને તથા જાહેર તેમજ ખાનગી પ્રસંગોમાં તેમને માન આપવાને તૈયાર થઈ જાય છે. વળી બીજાઓના કરતાં જેઓ () વધારે સારા છે એમ પોતે સ્વીકારતા હોય છતાં, જે તેઓ દુર્બલ અને ગરીબ હોય, તો તેઓ તેમની ઉપેક્ષા કરે છે અને ધિક્કારે છે. પરંતુ દેવોની અને સગુણ વિશે વાત કરવાની તેમની પદ્ધતિ સૌથી અજબ છે: તેઓ કહે છે કે દેવ ઘણાયે સારા માણસોને ભાગે આફત અને દુખ અને દુષ્ટ માણસને ઈષ્ટ વસ્તુઓ અને સુખ આપે છે. અને ભિખારી જેવા નારાઓ *
* સરખાવો “ઊંઝ” પુ. ૧