________________
જે કે એને મેઢે તો એનાં વખાણ જ કરશે, અને રખેને પોતાને અધર્મ સહન કરવો પડે એ બીકે બીજાની સાથે ઠાવકાઈ રાખશે. આટલું બસ થશે.
() હવે ધર્મિષ્ઠ અને અધમના જીવન વિશે જે આપણે ખરે જ અભિપ્રાય બાંધવો હોય, તો આપણે તેમને તદ્દન ભિન્ન રાખવા જોઈએ; એ સિવાય છૂટકે જ નથી; અને એ લોકોને આપણે કઈ રીતે ભિન્ન રાખી શકીશું? હું જવાબ આપું છું. અધર્મી માણસ ભલે સંપૂર્ણ અધમ હોય, અને ધર્મિષ્ઠ માણસ તદ્ધ ધર્મિષ્ઠ હેય. એ બેમાંથી કોઈની પાસેથી કશું લઈ લેવાનું નથી, અને પિતા પોતાના જીવનના કાર્ય માટે બંને પાસે પૂરતાં સાધન રહેવા દેવાનાં છે. સૌથી પહેલાં તો (ભિન્ન ભિન્ન) કલાઓમાં જે મશહૂર એકાઓ હોય છે તેવો અધર્મી માણસ ભલે હોય–કુશલ સુકાની અથવા (૩૬૧) વૈદ્યના જેવો, જેને અંદરથી પોતાની શક્તિઓનું ભાન છે, અને જે એની સીમા બહાર જતો નથી, અને કોઈ પણ પ્રસંગે ભૂલ થાય તો પણ જે કદી સ્થાનભ્રષ્ટ થતો નથી. તે અધમીને તેના અધમી પ્રયને સાચે માર્ગે કરવા દે, અને એના અધર્મમાં જે એને મહાન થવું છે, તો એને અધર્મ ગુપ્ત રહેવા દેઃ [જેનો અધર્મ બહાર પકડાઈ જાય છે એ કેડીને થઈ જાય છે] કારણ તમે ધર્મિષ્ઠ હે નહિ છતાં ધર્મિષ્ઠ ગણુઓ એ અધર્મની ઉચ્ચતમ પરાકાષ્ટા છે. એટલા માટે હું કહું છું કે સંપૂર્ણ અધર્મીમાં પૂર્ણતમ અધર્મનું અસ્તિત્વ આપણે સ્વીકારવું જોઈએ. એમાં કંઈ ન્યૂનતા રાખવાની નથી, પરંતુ એ
જ્યારે અધમમાં અધમ કૃત્યો કરતો હોય, ત્યારે (2) ધર્મિષ્ઠ હોવાની મહાનમાં મહાન પ્રતિષ્ઠા એને મળી છે એટલી આપણે છૂટ મૂકવી જોઈએ; જે કોઈ ભૂલભરેલું પગલું એનાથી લેવાઈ જાય, તો પિતાનું સ્થાન ફરીથી પ્રાપ્ત કરવા તે શક્તિમાન હોવો જોઈએ, જે એનાં કઈ કૃત્ય બહાર પડી જાય, તો (છટાથી) અસરકારક રીતે એ બોલી શકે એવો તથા પૈસા અને મિત્રોની લાગવગવાળો તથા જ્યાં બળની જરૂર પડે ત્યાં શૌર્ય અને સામર્થ્ય વાપરી બળજબરીથી પણ