________________
પરિચછેદ ૨ (૩૫૭) હું ધારતો હતો કે આ શબ્દોથી હું ચર્ચાને અંત આણતો હતે; પણ વસ્તુતઃ એ અંત માત્ર (નવી) શરૂઆત જ નીવડી. કારણુ બધા માણસે કરતાં સૌથી વધારે લડકણું ગ્લાઉનને કૅસિમેકસ (દલીલમાંથી) ખસી ગયે તેથી અસંતોષ થયો; એને તો લડવું જ હતું. તેથી એણે મને કહ્યુંઃ સોક્રેટિસ, અધમીં થવા કરતાં ધમિઠ થવું એ વધારે સારું છે એ વિશે શું ખરેખર (૪) અમારે સંશય તમે છેદવા માગો છે ? કે માત્ર અમારે સંશય નષ્ટ થયું છે એવું અમને ભાસે એટલું જ તમે કરવા માગો છો ?
મેં જવાબ આપે; મારાથી બને તો તમને (એની) પ્રતીતિ કરાવવાનું મને ગમે.
ત્યારે એમાં તમે સફળ થયા નથી. મને એક પ્રશ્ન પૂછવા દે. ઇષ્ટ વસ્તુઓને તમે કયા ક્રમમાં ગોઠવશો–એમાંની શું કેટલીક એવી નથી, જેને આપણે, તેમાંથી નીપજતાં પરિણમેને અનુલક્ષીને નહિ, પણ સ્વયં જ ઈષ્ટ ગણી આવકાર આપીએ, ઉદાહરણાર્થ (દેષરહિત કે) નિર્દોષ સુખની લાગણીઓ અને ઉપભોગો, જે માત્ર અમુક કાલ પૂરતો જ આનંદ આપે છે અને જેમાંથી અન્ય કોઈ (ખરાબ) પરિણામ નિષ્પન્ન થતું નથી એ ?
મેં જવાબ આપે એવો એક વર્ગ છે એમ માનવામાં હું સંમત છું.
(૪) જ્ઞાન, દશક્તિ, આરોગ્ય જેવી ઈષ્ટ વસ્તુઓને એક બીજે પણ વર્ગ શું નથી, જે સ્વયં ઈષ્ટ હોય એટલું જ નહિ, પણ તેમાંથી નીપજતાં પરિણામને લઈને પણ ઈષ્ટ હોય ?
મેં કહ્યુંઃ જરૂર.
અને વ્યાયામ, માંદાંઓની માવજત, વૈદ્યની કલા, પૈસા કમાવાની જુદી જુદી રીતે જેવી (ઇષ્ટ વસ્તુઓ)ને એક ત્રીજો વર્ગ તમે શું