________________
૩૫૦
(૪) અને તમે એમ પણ કહ્યું કે ધર્મિષ્ઠ પિતાના સમાનને નહિ, પણ અસમાનને વટાવીને જાય છે?
હા.
ત્યારે ધનિષ્ઠ વિવેકી અને સારા સમાન છે, અને અધર્મી દુષ્ટ અને અજ્ઞાનીના સમાન થયે નહિ ?
અનુમાન એ આવે.
અને પોતાના સમાન (જે છે તે) જેવો છે તેવો તેમને દરેક છે, ખરું ?
એ સ્વીકાર્યું હતું.
ત્યારે તો ધર્મિષ્ઠ વિવેકી અને સારે, અને અધર્મો દુષ્ટ અને અજ્ઞાની નીવડ્યો !
હું અત્યારે જેટલી સરલતાથી બોલું છું, તેટલી સરલતાથી નહિ, () પણ અત્યંત કમને ગ્રેસિસેકસે આ બધાં વિધાનો સ્વીકાર્યા; ઉનાળાને સખત તાપનો દિવસ હતો, અને તેના શરીરેથી પરસેવો રેબઝેબ ટપકતો હતો; અને ઍસિમેકસને શરમાતાં મેં કદી જે નહોતો તે એ વખતે જે. ધર્મ એટલે સગુણ અને વિવેક, અને અધર્મ એટલે દુર્ગુણ અને અજ્ઞાન–એ વિશે અમે સંમત થયેલા હોવાથી, હું બીજા મુદ્દા પર આવ્યું. ' કહ્યું? વારુ, ઍસિમેકસ, એ બાબતનો હવે ફેંસલે થઈ ચૂક્યો છે, પણ આપણે શું એમ નહોતા કહેતા કે અધર્મમાં સામર્થ્ય વધારે હોય છે–તમને યાદ આવે છે ?
તેણે કહ્યું : હા, મને યાદ છે; પણ તમે જે કહો છો તે હું માની લઈશ, અને મારી પાસે કશે જવાબ નથી એમ ન માનશે. પણ જે (૬) હું તમને જવાબ આપું, તો તમે મારા પર અચૂક ભાણું કરવાનો આરોપ મૂકશો; તેથી કાં તો મને મારું કહી નાંખવા દે નહિ તે જે તમારે પ્રશ્નો પૂછવા જ હોય તે પૂછે, અને વાર્તા કહેતી ઘરડી ડોશીઓને જેમ “બહુ સારું ” એમ કહેવામાં આવે છે,