________________
૩૪૮
૪
તેણે જવાબ આપો? હા, સાંભળ્યા, પરંતુ મારા મનમાં એ વાત ઠસી નથી.
ત્યારે, બની શકે છે, એ કહે છે તે ખરું નથી એમ તેને સાબીત કરવાને રસ્તો શોધી કાઢવા આપણે પ્રયત્ન કરીશું?
તેણે જવાબ આપે : જરૂર જ.
મેં કહ્યુંઃ જો એ તૈયાર કરેલું ભાષણ બોલી જાય, અને ધર્મિષ્ઠ થવાના ફાયદા ગણાવતું આપણે બીજુ ભાષણ કરીએ, અને તે જવાબ આપે અને આપણે તેને (૨) ઉત્તર આપીએ, તો દરેક પક્ષમાં જે લાભ ગણાવવામાં આવે છે તેની ગણત્રી અને માપ કાઢવાં જોઈશે, અને અંતે નિર્ણય પર આવવા માટે આપણને પરીક્ષકની જરૂર પડશે; પણ આપણે થોડી વાર પહેલાં કર્યું હતું તેમ, એકબીજાની પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કરતા કરતા આપણા અન્વેષણમાં આગળ ચાલીએ, તો પક્ષનું સમર્થન કરનાર અને પરીક્ષક બન્નેના અધિકારને સુગ આપણે સાધી શકીશું.*
તેણે કહ્યું : બહુ સારું. મેં કહ્યું : અને તમે કઈ પદ્ધતિ પસંદ કરે છે એમ મારે સમજવું ? તમે કહી એ.
મેં કહ્યું? વારુ ત્યારે, કૅસિમેકસ, ધારે કે તમે શરૂઆતથી શરૂ કરે છે, અને મને જવાબ આપો છો. તમે કહો છો કે પૂર્ણ ધર્મ કરતાં પૂર્ણ અધર્મમાં લાભ વધારે છે?
() હા, હું કહું છું તે એ જ છે, અને મેં મારાં કારણે આપ્યાં છે.
અને એ વિશે તમારો અભિપ્રાય શું છે? તમે (અનુક્રમે) એકને સગુણ અને બીજાને દુર્ગુણ કહે ખરા ?
જરૂર.
* સત્યાન્વેષણ માટેની ગ્રીક “Dial e k t i ke ની પદ્ધતિને આ રીતે જન્મ થયે હતો.