________________
૪૧
કારણ છે; કે કંઈ પણ પગાર લીધા સિવાય જેની સાથે પોતાને કશા સબંધ ન હોય, તેવાં અનિષ્ટોને નિવારવાનું કામ હાથમાં લેવું કાઈ તે (૩૪૭) ગમતું નથી. કારણ સાચા કલાકાર જ્યારે બીજાને હુકમે આપતા હાય છે અને પેાતાનું કામ કરતા હાય છે, ત્યારે પેાતાના ક્ષેત્રના ( પ્રજાના ) હિતના જ વિચાર કરે છે; અને તેથી શાસનકર્તાએ રાજ્ય ચલાવવા ના ન પાડે, એટલા માટે પૈસા, કીર્તિ અથવા ના-પાડવા—માટે—થતી-શિક્ષા એવી જે વેતન આપવાની આ ત્રણ રીતેા છે તેમાંની હરકાઈ પદ્ધતિ અનુસાર તેમને પગાર આપવા જોઈ એ. ગ્લાઉકોને કહ્યું : એટલે? સાક્રેકિસ પગાર આપવાની પહેલી એ રીત તેા પૂરતી સમજાય એવી છે, પરંતુ શિક્ષા શું અને એ કઈ રીતે પગાર થઈ શકે એ મારી સમજમાં ઉતરતું નથી.
૩૪૬
(૬) સૌથી શ્રેષ્ઠ માણસેાને રાજ્ય ચલાવવા માટું આકર્ષણ થઈ પડે એવી પગાર આપવાની પદ્ધતિના સ્વરૂપને તમે સમજતા નથી એવા તમારા ભાવા છે—ખરું ? અલબત્ત તમે જાણા છે કે મહત્ત્વાકાંક્ષા અને લાભ ખરેખર કલંક છે, તેમ કલંકરૂપ ગણાય છે પણ ખરા. તદ્દન ખરું,
મેં કહ્યું ; અને આ કારણે, પૈસા અને કીતિ તેમને આકર્ષી શકતાં નથી. રાજ્ય ચલાવવા બદલ સારા માણસને ખુલ્લી રીતે પગાર માગવા અને એ રીતે ભાડુતીનાં ઉપનામ લેવાં ગમતાં નથી, તેમ જ જાહેર આવકમાંથી પેાતાની મેળે છાનીમાની રકમા લઈ ચારેાનું નામ મેળવવું પણ તે પસંદ કરતા નથી. અને મહત્ત્વાકાંક્ષી ન હોવાને લીધે કીતિ (૪) વિશે તેએ ઉદાસીન હોય છે. આથી તેમને ફરજ પાડવી જોઈ એ, અને શિક્ષાની ખીકે સેવા કરવા તેમને આકર્ષવા જોઈ એ. અને હું માનું છું તેમ, પેાતાને ફરજ પડે ત્યાં સુધી રાહ ન જોતાં, ( આગળ પડી) હોદ્દા મેળવવાની અધીરાઈ શા માટે માનપ્રદ ગણાતી નથી તેનું આ કારણ છે. હવે જો કાઈ ( સારા માસ ) રાજ્ય ચલાવવાની ના પાડે તેા તેના પર, એના પેાતાનાથી