SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૧ એ સ્પષ્ટ છે. પણ જે સારા છે તે ધર્મિષ્ઠ છે અને તેઓ અધર્મ આચરશે. નહિ એટલું તો ખરું ને ? ખરું જ. ત્યારે તમારી દલીલ પ્રમાણે, જેઓ કંઈ પણ ખોટું કરતા નથી. તેમને નુકસાન કરવું એ ધર્મ થયો, નહિ? ના, સેક્રેટિસ, એ સિદ્ધાન્ત અનીતિમય છે. ત્યારે ધર્મિષ્ઠનું આપણે ભલું કરવું જોઈએ, અને અધમનું અનિષ્ટ કરવું જોઈએ ? એમ હોય તો મને વધારે ગમે. પણ તેથી પરિણામ શું આવશે તે જુએ–મનુષ્યસ્વભાવની જેમને ખરી પરખ નથી, તેવા ઘણા માણસને મિત્રો હોય છે તે ખરાબ (ડુ) હેવાના; તે એ સંજોગોમાં તેમણે તેમનું નુકસાન કરવું જોઈએ; અને તેમના દુશ્મને જે સારા છે તેમને તેમણે લાભ આપવો જોઈએ; પણ જો એમ હોય તો સાઈમનાઇડિઝને અમુક અર્થ અભિપ્રેત છે એમ જે આપણે પ્રતિપાદન કરતા હતા, તેનાથી તદ્દન વિધી બાબત આપણે કહીએ છીએ એમ થશે. તેણે કહ્યું ઃ બહુ સાચું, અને હું માનું છું કે “મિત્ર” અને દુશ્મન” એ શબ્દોને ઉપગ કરતાં આપણે ભૂલ કરી એમ દેખાય છે, તે આપણે સુધારીએ તો વધારે સારું. મેં પૂછયું : એ કઈ ભૂલ, પિલિમાર્કસ ? આપણે માની લીધું કે જે સારા છે એમ આપણે માનતા હોઈએ અથવા જે સારે દેખાય છે–તે મિત્ર છે. અને ભૂલ સુધારવી કેવી રીતે ? આપણે ઊલટું એમ કહેવું જોઈએ કે જે સારે દેખાય છે, તેમ જ જે સારે છે તે મિત્ર છે; અને જે માત્ર સારે (૩૩૫) દેખાય છે, પણ જે ખરેખર સારે નથી, તે મિત્ર નથી પણ માત્ર
SR No.032057
Book TitlePlateonu adarsh nagar
Original Sutra AuthorN/A
AuthorPranjivan Vishvanath Pathak
PublisherGujarat Vidyasabha
Publication Year1964
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy