________________
પરિચછેદ ૧
તે જ્યારે માણસ માગતી વખતે બરાબર શુદ્ધિમાં ન હોય, ત્યારે મારે કોઈ પણ પ્રકારે એની વસ્તુ પાછી આપવી ન જોઈએ.
જરૂર નહિ.
જ્યારે સાઈમનાઈ ડિઝે એમ કહ્યું કે દેવું પાછું આપવું એ ધર્મ છે, ત્યારે આ પ્રસંગને તેમાં સમાવેશ કરવો એ તેને અર્થ નહોતે.
જરૂર નહિ; કેમકે તેને મત તો એ છે કે મિત્રે પોતાના મિત્રનું કોઈ દિવસ અનિષ્ટ કરવું ન જોઈએ, પણ હંમેશાં તેનું ભલું જ કરવું જોઈએ.
(વ) શું તમારે અર્થ એ છે કે, બન્ને પક્ષો જે એક બીજાના મિત્ર હોય, તે લેનારને નુકસાન કરે એવા સંજોગોમાં સેનાની થાપણ પાછી આપવામાં આવે તો તે કંઈ દેવું ભરપાઈ કર્યું ગણાય નહિ (એટલે કે, એણે એમ કહ્યું હેત એમ તમે કહે છે ખરા ?
અને દુશ્મનનું આપણું પાસે જે લેણું હોય તે તેમને પણ શું ન મળવું જોઈએ ?
તેણે જવાબ આપ્યો જરૂર, આપણી પાસે તેમનું જે લેણ હોય એ જ તેમને મળશે; અને હું સમજુ છું તે પ્રમાણે, જે દેય અને ઉચિત છે–એટલે કે (અહીં) અનિષ્ટ–તેનું જ લેણું એક દુશ્મનનું બીજા દુશ્મન પાસે નીકળી શકે.
તે તે કવિઓની પદ્ધતિ અનુસાર સાઈમનાઈ ડિઝ પણું (વા) ધર્મના સ્વરૂપ વિશે અસ્પષ્ટતાથી લે છે એમ લાગે છે; કારણ એને ખરેખર કહેવું હતું તે આ—કે દરેકને જે કંઈ ઉચિત હોય તે તેને આપવું તેનું નામ ધર્મ અને તેને એ દેવું કહે છે! તેણે કહ્યું તેના કહેવાનો અર્થ એ જ હોવો જોઈએ.
જવાબ આપે : અરે ભગવાન!–અને આયુર્વેદમાં કઈ દેય અને ઉચિત વસ્તુ કોને આપવામાં આવે છે એમ જે આપણે પૂછીએ, તો એ (સાઈમનાઈ ડિઝ) આપણને કેવો જવાબ આપે એમ તમે માને છે ?