________________
૧૦૨
ફિલસૂફીના અને મુખ્યત્વે લેટની ફિલસૂફીના સર્વમાન્ય થયેલા સિદ્ધાન્તોની વિગતોને જ ઉપોદઘાતમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. અને ગ્રીક ફિલસૂફીને પ્રમાણભૂત ગણાતા ઝેલર, ગેમ્પ, એડેમ, ટેલર, બનેટ, ટુઅર્ટ, બેન તથા પાશ્ચાત્ય ફિલસૂફીના ઈતિહાસકાર યુબવેગ તથા વિન્ડેલબેન્ડ વગેરેના ગ્રંથેનો આધાર અમુક રીતે લીધો છે, અને છતાં મારે અહીં એટલે ઉલ્લેખ કરવો જરૂરી છે કે હીરેઈટસની ફિલસૂફીના નિરૂપણમાં મેં મુખ્ય શ્રી અરવિંદની ‘હીરાકલેઈટસ નામની નાની પણ અત્યંત તલસ્પર્શી પુસ્તિકાનો આધાર લીધે છે. તે પુસ્તિકા શ્રી અરવિંદ મારા પ્રોફેસર રામચંદ્ર દત્તાત્રય રાનડેએ
હીરેકલેઈટસ” પર અમુક લેખો લખેલા તેના જવાબરૂપે લખેલી. નાની વયમાં મારા પિતાએ ફિલસૂફીના ક્ષેત્રમાં “અન્ન-પ્રાશન ” કરાવેલું, પરંતુ તેનાં કક્કો બારાખડી છે. રાનડે પાસે શીખેલો; તેઓ માત્ર ફિલસૂફીના પ્રોફેસર જ ન હતા પરંતુ સન્ત હતા, તેમને અહીં આભાર માનું તો અયોગ્ય નહિ ગણાય. બાકી ફિલસૂફી કે તત્વજ્ઞાન ( Metaphysics) ના વિષયમાં અથવા ચિત્તવિજ્ઞાનની તથા જીવનમાં સાધનાની દષ્ટિએ જે કંઈ સૂઝ મને મળી છે, તે શ્રી અરવિંદની દેણગી છે. અમુક સંબંધે એટલા પવિત્ર હોય છે કે બાહ્ય શિષ્ટાચારની દષ્ટિએ આભાર માની શકાતો નથી. તેથી એમના નામને માત્ર ઉલ્લેખ કરી હું અહીં વિરમું છું.
છેવટ આ કામ મને સેંપી આપણી માતૃભાષાની અને તે દ્વારા ગુજરાતની જે સેવા બજાવવાની તક ગુજરાત વિદ્યાસભાએ મને આપી છે તે માટે વિદ્યાસભાને પણ હું આભાર માનું છું.
હરિ–નાવ', અમદાવાદ-૯
તા. ૨૧-૩-૬૪
પ્રાણજીવન વિ. પાઠક