________________
તે તમામ મેં તે રાજાઓના વૃત્તાતેમાં સમાવ્યું છે, જેથી કરીને તેમના વિશેની હકીકત ઉપર કાફી પ્રકાશ પડે. એ સામાન્ય ગુજરાતની તારીખોમાં મળતી નથી, પરંતુ મસઉદી, સલમાન, અબુલહસન ઈસ્તમરી ઈબ્ન હેકલ, બીરૂની, ઈન્ત
નદીમ, જામેઉલ હિકાયાત, અને માર્કોપોલો વગેરેમાં મળે છે. (૬) મેં સોમનાથ વિશે એટલું વિગતવાર લખ્યું છે કે આજ
પર્યત એનાથી વધુ વિસ્તૃત રીતે કેઈએ લખ્યું નથી. (૭) હરેક બાદશાહના સમયના સિક્કાની હકીકત પણ આપી છે જે
ઉપરથી તેમના નામ અને ઈલ્કાબ જાણવા મળે છે, એટલું જ નહિ પરંતુ ઘણીવાર તેની સાલ ઉપરથી તેમની તખ્તનશીની અને અવસાનની તારીખ પણ મળી જાય છે. ઉર્દૂ, ફારસી, અરબી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ઈતિહાસમાં જે કોઈ ખોટા બનાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમને આધારો સહિત રદિયો આપી સાચી હકીકતો
જણાવી છે. (૯) આ ક્તિાબ હરેક જગ્યાએ સિક્કા, શિલાલેખો અને અર્વાચીન
સંશોધનમાંથી ફાયદો ઉઠાવી લખવામાં આવી છે. (૧૦) ગુજરાતના નાઝિમો વિશે ઘણું જ સંશોધન કરી લખવામાં
આવ્યું છે એ સામાન્ય તારીખોમાં એક જ જગ્યાએ મળી શકે એમ નથી.
(૮)