________________
ભાગ ૧લો-ઉપદ્યાત
[ ૫૭ આ પહાડમાંથી જ્વાળા ઊડતી હશે તેથી એને “પાવાગઢ નામ આપવાવાં આવ્યું હશે, કારણ જવાળામુખી પર્વતના જેવા પથ્થર એમાંથી મળ્યા છે. ગોધરાથી દસ માઈલ ઉપર આવેલી જગ્યા (ટુવા)માં ઠંડા અને ગરમ પાણીના ઝરા છે. ત્યાં આંબો, મહુડાં, આમલી, રાયણ, વડ, પીપળો, સાગ, બોરડી, સીતાફળ, જામફળ, કમળ વગેરે થાય છે. ઈ. સ. ૧૮૬૨માં જ્યારે અંગ્રેજોએ એનો કબજે લીધો હતો ત્યારે ત્યાં હરણ પુષ્કળ હતાં. ગોધરામાં સાપનું પ્રમાણ વધારે છે. સાધારણ રીતે ૮૩ જેટલી ત્યાં ગરમી રહે છે અને વરસાદ ૩૦ થી ૪૦ ઈંચ જેટલો પડે છે. પાવાગઢ પાસે આવેલા ચાંપાનેરને કિલ્લે ઈ. સ. ૮૦ માં અણહીલવાડના રાજાઓએ બનાવ્યો હતો, ત્યાર પછી ઈ. સ. ૧૨૦૦માં તેણવાડના લકેએ એનો કબજે લીધો હતો. ઈ. સ. ૧૩૦૦માં ફરીથી ચહાણના હાથમાં તે આવ્યા. ઈ. સ. ૧૪૮૪માં મહમૂદ બેગડાએ તે છો. ત્યાં ઈ. સ. ૧૪૮૪થી ૧૫૭૬ સુધી ગુજરાતનું બીજા નંબરનું પાયતખ્ત રહ્યું. ઈ. સ. ૧૫૩૫માં હુમાયુએ તે છત્ય. ૧૫૭૩માં અકબરશાહના કબજામાં એ આવ્યો. ૧૭૨૭માં કૃષ્ણ મરાઠાઓ અને ૧૭૬૧માં સીંધિયાએ લીધો. ઈ. સ. ૧૮૦૩માં કર્નલ વિલિંગ્ડને એનો કબજો લઈ ઈ. સ. ૧૮૯૪ માં સીધિયાને પાછો સંપી દીધા. ઈ. સ. ૧૮૫૩માં સધિયાએ એ અંગ્રેજોને પાછા આપો. પાવાગઢમાં એક મકાન સાત મજલાનું છે, જ્યાંથી શાહી મહેલોની બેગમે શિકારના તમાશા જેતી હતી, અને એ ઉપર મકાઈના કોઠારે હતા. શિખર ઉપર કાળિકા માતાનું મંદિર છે, જ્યાં લોકો મોટી સંખ્યામાં દર્શન અર્થે જાય છે. પાવાગઢની જામે મસ્જિદ મશહૂર છે, પરંતુ કબરો મકબરા અને મસ્જિદો મરામતના અભાવે પાયમાલ થઈ રહ્યાં છે. આ જિલ્લામાં ચાર શહેર અને ૬૬૩ ગામો છે. ત્યાંની વસ્તી ત્રણ લાખથી વધારે છે. ૮૦ ટકા હિંદુ છે, પાંચ ટકા મુસલમાન અને એક લાખથી થોડા વધુ ભીલ છે. ચેરી અને લૂંટફાટને