________________
મારા ઓપ્પાની ફરજે હેવા છતાં મેં મારું ધ્યાન એ ઉપર કેન્દ્રિત કર્યું. અને ખુદાને આભાર માનું છું કે આજે એનો પ્રથમ ભાગ વાચકેની આગળ પિશ કરવાનો ગર્વ હું અનુભવું છું. બીજા ભાગમાં ગુજરાતના બાદશાહે ! વશે, ત્રીજામાં મોગલ સલ્તનત, અને ચોથામાં મરાઠાઓ પછી બ્રિટિશ સલ્તનતને હેવાલ આવશે. પ્રથમ ભાગમાં મૂળ કિતાબની શરૂઆત પહેલાં એક પ્રસ્તાવના છે જેમાં ભૌગોલિક બાબતો ઉપરાંત સંખ્યાબંધ ઉપયોગી હકીકતો લખી છે. ગુજરાતી ભાષાની પ્રગતિ ઉપર એક સ્વતંત્ર પ્રકરણ લખાયું છે જે મારા પ્રિય શાર્ગિદ શ્રી. નરહરિલાલ ભટ્ટ, સ્નાતક (બી. એ.)ને લખેલો છે. મારી એની ઈચ્છા હતી. કે ઉર્દૂ ઝબાન ઉપર પણ એક લેખ અંદર શામેલ કરું. મને દિલગીર થાય છે કે આજ પર્યત એમાં કામિયાબી હાંસિલ ન થઈ ચાલુ જમાનાના ઇતિહાસના નિયમોને ધ્યાનમાં રાખી હરેક જરૂરી બાબત સમાવવાની મેં કોશિશ કરી છે. ગુજરાતના ઇતિહાસની શરૂઆત જાદવ ખાનદાનથી શરૂ કરવામાં આવી છે, પરંતુ અસલ તારીખ ગુજરોના વખતથી શરૂ થાય છે. વલભીપુરનો અહેવાલ વિગતવાર લખ્યો છે, અને વલભીપુરના વિનાશ અને અરબના હુમલા વિશે. સંપૂર્ણ સંશોધન કર્યું છે. અરબ મુસાફરોનાં સફરનામાંમાંથી જે અહેવાલો મળ્યા છે તેમનો પૂરો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે.
ગેરમુસ્લિમ રાજ્યકર્તાઓ વિશેની હકીકત જાણી જોઈને મેં ટૂંકમાં લખી છે, કારણ કે એ મારો અસલ ઈરાદો ન હતો. અલબત્ત ઈસ્લામી ફતેહેનો અહેવાલ વિગતવાર લખ્યો છે. કેટલીક સંબંધ વિનાની બાબતો પણ આવી ગઈ છે, તે એતિહાસિક જ્ઞાનના ખ્યાલથી નીચેની નોંધમાં સમાવી છે. ખુસરખાન અને દેવળદેવીની હકીકતે જરા વિસ્તૃત રીતે લખી છે તેનું કારણ એ કે બંને ગુજરાતી હતાં.
૧, આ ભાગ પણ પૂરેપૂરો તૈયાર થઈ ગયું છે, અને હવે ત્રીજો ભાગ લખી રહ્યો છું.