SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] ગુજરાતને ઈતિહાસ વર્ષાઋતુમાં એકલા પડેલા મત્તમયૂરના જેવો મધુર છે. એના સમયમાં ઘણાં નવાં અને જુદાં જુદાં તો ગુજરાતી સાહિત્યમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણ ચાલુ થવાથી ધીમે ધીમે અંગ્રેજી ભાષાની ખાસિયતો આપણી ભાષામાં પ્રવેશ કરવા લાગી હતી. અત્યાર સુધી કવિતાનો વિષય ઈશ્વરી પ્રેમ હતો, કલાપીએ એની નઝમમાં દુન્યવી ઇશ્ક દાખલ કર્યો. કલાપી નવજવાનો તેમજ વિદ્યાથીઓનો પ્રિય કવિ છે. એની કવિતા પ્રેમરસથી ભરપૂર છે. જે પત્રો એણે પોતાના દોસ્તોને લખ્યા હતા તેમાં સાહિત્યને સ્વાદ છે અને એ અતિ સુંદર છે. એનું વલણ ઈશ્ક તરફ વધારે છે. એનાં કાવ્યો અંગત અનુભવોથી રંગાયેલાં છે. એના સારા નસીબે એના સ્તોમાં ઉત્તમ સાહિત્યરસિક શખ્ખો હતા. - મણિલાલ નભુભાઈ દ્વિવેદી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના પ્રેફેસર હતા. તેમણે ઘણું નિબંધો લખ્યા હતા. ચરિત્ર ઉપરના નિબંધ વાંચવા જેવા છે. એમ કહી શકાય કે આ જમાના સુધી ગુજરાતમાં ઉત્તમ નાટક-સાહિત્ય ન હતું. એમનું નાટક “કાંતા” ગુજરાતી નાટકોમાંનું એક છે. એમણે “ઉત્તરરામચરિત” વગેરે કેટલાંક સંસ્કૃત નાટકના અનુવાદ કર્યા છે. એમણે ફિલસૂફી ઉપર પણ ઘણું નિબંધો લખ્યા છે. એ સંસ્કૃતના પ્રોફેસર હતા, તે છતાં એમણે ફારસી શબ્દો ગુજરાતીમાં વાપરી બહુ સફળતાથી ગઝલો લખવાની શરૂઆત કરી હતી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ વરાયેલા પ્રમુખ ગુજરાતી લેખકોમાં અતિ અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. એમનું વતન નડિયાદ હતું. જાતે નાગર બ્રાહ્મણ હતા. તે ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીના અતિ શોખીન અભ્યાસક હતા. તે વખતે ગુજરાતી જબાન એક અજબ હાલતમાંથી પસાર થઈ રહી હતી. ગુજરાતીની સાથે સંસ્કૃત મેળવી દેવાની વિદ્વાની કોશિશ હતી અને નવા ભણેલા નવજવાને ગુજરાતી ઉપર અંગ્રેજી ભાષાની
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy