________________
૪૨ ].
ગુજરાતને ઇતિહાસ એના વિશે કહેવાય છે કે મહાદેવી એના ઉપર એટલી બધી ખુશ થઈ ગઈ કે એણે પિતાની દૈવી શક્તિથી એનામાં જ્ઞાન મૂકવું.
ભેજે ભક્ત એક ભક્તકવિ હતો. તે એમણુસમી સદીમાં થઈ ગયે હતો. તેને જન્મ પાટીદાર કે કણબી ઘરમાં થયું હતું. તે બિલકુલ ભણ્યો ન હતો, પણ ભક્ત હતો અને એણે ઘણાં ભજનો લખ્યાં હતાં. એણે પોતાના જમાનામાં સુધારાનાં રહસ્યો અને રિવાજે ઉપર સખત ટીકા કરી છે. શામળના છપ્પા, પ્રીતમ દાસનાં પદો, નરસિંહનાં પ્રભાતિયાં અને ભેજાના ચાબખા એ સર્વત્ર મશહૂર છે. એણે એકાંતવાસ અને લુચ્ચાઈની સખ્ત ઝાટકણી કરી છે. એની જબાન શહેરીઓની જેવી શુદ્ધ નથી પરંતુ સત્યનિષ્ઠાથી ભરપૂર છે. એ ન તે ભણેલે ગણેલો અને ન તો સુધરેલો હતો.
ગિરધર ઈ. સ. ૧૭૮૭માં આ ફાની દુનિયામાં જન્મ લઈ ઈ. સ. ૧૮૫રમાં બાકી દુનિયા તરફ કૂચ કરી ગયે. રામાયણને ગુજરાતી ભાષાનો અનુવાદ એણે કર્યો છે, અને ઘણું લેકે એનું ગુજરાતી રામાયણ વાંચે છે.
સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીએ એક જમાત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાયમ કરી હતી (જેઓ અયોધ્યાથી આવ્યા હતા) તે બહુ જાણીતી વાત છે. આ બંને વિભાગોમાં એના ઘણાએ અનુયાયીઓ છે. એ સદીમાં સહજાનંદ સ્વામીને માનનારા સંખ્યાબંધ લેકે મળી આવે છે, જેમાંના બે બ્રહ્માનંદ અને નિકુલાનંદ ઉત્તમ કેટીના છે. બ્રહ્માનંદનાં પદો આજ પણ લેકે અતિ ઝોક અને શોખથી ગાય છે.
ગુજરાતી સાહિત્યના સમયના બે વિભાગ ગણવામાં આવે છે? (૧) પુરાણે જમાને, (૨) આધુનિક જમાને, પુરાણો જમાને પંદરમી સદીથી ઓગણીસમી સદી સુધી ગણાય છે અને આધુનિક જમાનાની શરૂઆત ઓગણીસમી સદીથી ગણાય છે.