________________
ભાગ ૧
–ઉપોદઘાત
[ ૨૯
રાજધાની અણહીલવાડ (કે પાટણ)થી બદલી અમદાવાદ અસાવલ (અસારવા) પાસે ફેરવવામાં આવી. તેનો પાયો અહમદશાહે ઈ. સ. ૧૪૧૧-હિ. સ. ૮૧૩માં નાખે. ત્યારથી અમદાવાદ ગુજરાતનું પાયતખ્ત થયું. મહમૂદ બેગડાએ મહેમદાવાદનો પાયો નાખ્યો અને જૂનાગઢ અને ચાંપાનેર (ચાંપાનેર)ના કિલ્લા ઉપર ફતેહ મેળવી. હવે મુસલમાનોએ કંઈ પણ રુકાવટ સિવાય તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર હકૂમત હાસિલ કરવાનું શરૂ કર્યું. પ્રથમથી જ જણાવી દેવામાં આવ્યું છે કે સમાજની અસર સાહિત્ય ઉપર થાય છે. સાહિત્યકીય અને રાજકીય ઈતિહાસમાં કંઈ ને કંઈ મળતાપણું હોય છે. આ બંનેમાં એક બીજા ઉપર અસર થયા વિના રહેતી નથી. મુસલમાનોએ સતત કેટલીયે સદી પર્વત ગુજરાત ઉપર રાજ્ય કર્યું અને તેથી આજકાલની અંગ્રેજી ભાષાની અસરની પેઠે ફારસી અને અરબી જબાનની થોડીઘણી અસર ગુજરાતી ઉપર થઈ આ જ કારણથી ગુજરાતી શબ્દકોશમાં ફારસી અને અરબી શબ્દો જોવામાં આવે છે. અને સામાન્ય કેટીના અભ્યાસીઓ માટે જે શબ્દો વધારે પ્રમાણમાં રૂઢ થઈ ગયા છે તેને તફાવત જાણો કંઈક અંશે મુશ્કેલ છે. એમાંના કેટલાક શબ્દો ભળી શક્યા નથી અને કેટલાક શબ્દશાસ્ત્રના કાનૂન મુજબ પિતાનાં અસલ રૂપથી બદલાઈ ગુજરાતી શબ્દો બની ગયા છે, જેવા કે આજે આપણે તે જોઈએ છીએ એવા ફારસી અને અરબી શબ્દોમાંથી થોડા અસલરૂપ અને બદલાયેલા રૂપમાં નીચે પ્રમાણે આવ્યા છેઃ - “મુશ્કેલ, કલ હેરાન, પુરાન, ઍબ, ગેર, હાજર, અનામત (અમાનત), પલ્દ, અસર, ખજાનો, ડગલે, બાગ, ગાલીચે, ખાનું, દીવાને, ઝનાને, ખરી, જામો, દાને (દાણ), નગારું, નજલો, કાવો (કહવા), તકિયો, શીશી, હિસ્સો, મહેલ્લે, હતો, ગરીબ, ગુલામ, સાલ, વગેરે તમામ શબ્દો એટલા બધા જાણીતા થઈ ગયા છે કે ગુજરાતી બોલનારા લેકે આ શબ્દ વાતચીતમાં