SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] ગુજરાતના ઇતિહાસ પણ સત્ય નથી, કારણ કે વીરધવળ હિ. સ. ૬૫૫ પહેલાં મરણ પામ્યા હતા, તેનું અવસાન મિરાતે મેહમ્મદી પ્રમાણે (. સ. ૧૨૩૮ હિ. સ. ૬૩૬) અને ખીજાઆધાર પ્રમાણે ઇ. સ. ૧૨૪૨ (હિ. સ.૬૪૦) છે. તે ઉપરાંત તેની રાજધાની ધેાળકા હતી. તે વખત પત પાટણ તેના કબજામાં ન હતું, પરંતુ પાટણ તે વખતે વીસળદેવના કબજામાં હતું. અને પહેલા બનાવ ઇ. સ. ૧૨૫૭ (હિ. સ. ૬૫૫) ને છે. તે પછી અસલ બનાવ લઈએ. તેમાં સંખ્યાબંધ ખાખતા વિચાર કરવા જેવી છે. પહેલાં તે એ કે સુલતાન સન્જર કાણુ હતા ? મેાહમ્મદ ગઝનવી પછી સુષુતગીનના વંશના આખરી બાદશાહ પર્યંત કાઈ શખ્સ આ નામથી ગઝનવી બાદશાહ નથી થયા. વળી અલખાન સન્જર નામનેા કાઈ સિપાહસલાર પણ મળતે નથી. સર્જીક ખાનદાનમાં એક ખાદશાહ ‘“સન્જર” નામનેા જરૂર થયા છે, પરંતુ તારીખમાં એ વાત ચોક્કસ છે કે તેની ફજે ગઝનાથી કદી આગળ આવી ન હતી. ગારી ખાનદાનના જેટલા સુલતાને! થયા તેઓમાં કાઈનું નામ “સન્જર” ન હતું. ગુલામ વંશમાં કુત્બી કે શસીએમાં પણ “સન્જર” નામ ન હતું. અને કૃત્બુદ્દીન અર્ધ એક પર્યંત ક્રાઈપણ સિપાહુસાલારનું નામ પણ “સન્જર” ન હતું.૧ શમ્સી [શમ્મુદ્દીન અલ્તમશ અવસાન ઈ. સ. ૧૨૩૫ (હિ. સ. ૬૩૩) ]ના જમાનામાં અલબત્ત કેટલાએ અમલદારોનાં નામ “સન્જર” છે, જે નીચે પ્રમાણે છેઃ ૧. મલેક તાજુદ્દીન અસઁલાનખાન સન્જર ખારઝમીઃ—આ શખ્સને ઇખ્તિયારુમુલ્ક અબુબક્ર મિસર કે એડનથી ખરીદી દિલ્હી લાવ્યા હતા અને અલ્તમશે . ખરીદ કરી તેની જુદા જુદા હાદ્દા ઉપર નિમણૂંક કરી. રુનુદીન અને સુલતાના રઝિયાના સમયમાં પણ અયેાધ્યા અને પંજાબમાં તે હાકેમ રહ્યો. સુલતાન નાસિરુદ્દીન મહમૂદના સમયમાં ઈ. સ. ૧૨૫૮ (હિ. સ. ૬૫૭) માં તેણે બળવા ૧. તખકાતે નાસિરી—સુલ્તાનાની ફેહરિસ્ત
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy