________________
અને ખબર આપી. સાઈ ગયો અને પોતાના
ચ કરી.
૨૬ ]
ગુજરાતને ઈતિહાસ કરવાની તાકાત માલુમ નહિ પડતાં કિલ્લામાં ભરાઈ ગયો અને પિતાના ઉપરી અધિકારી કુબુદ્દીનને ખબર આપી. તેણે સત્વર તેને મદદ કરવાને કુચ કરી. જીવણરાય આ સાંભળી ગુજરાત પાછો ચાલ્યો ગયો. તે વખતે કુબુદ્દીન અઈ બે અવગણના કરી અને દિલ્હી પાછો આબે, પરંતુ ઈ. સ. ૧૧૯૪ (હિ. સ. ૧૯૧)માં તેને શિક્ષા કરવાને ગુજરાત ઉપર હુમલો કર્યો. ગુજરાતના સિપાહસોલાર જીવનરાયે એક બળવાન લશ્કર સાથે કિલ્લા નજીક મુકાબલે કર્યો, જેમાં તે હાર્યો. કુબુદ્દીને તેની પૂઠ પકડી, સિપાહાલાર ફરીથી હિંમત કરી એક વખત હુમલો લાવ્યો, પરંતુ બહાદુરી બતાવ્યા છતાં ફતેહ ન મળી, અને જાન જોખમમાં મૂકી લડતાં લડતાં મરાયો. ગુજરાતના રાજા ભીમદેવ બીજાએ હારના સમાચાર સાંભળ્યા ત્યારે તે નાસી છૂટયો, અને એક બીજી જગ્યાએ આશ્રય લીધે, અણહીલવાડ (નરવાલા) પાટણ ખાલી કર્યું. કુબુદ્દીન નહાવાલા (પાટણ) માં દાખલ થઈ લૂંટના માલ સાથે દિલ્હી પાછો ગયો. કેટલાક ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે –કુબુદીને “નહરવાલા”માં દાખલ થઈ જોયું કે અહીં રહેવું મુશ્કેલ છે, તેથી લડાઈનો ખર્ચ વસૂલ કરી પાછો આવ્યો. ઈ. સ. ૧૧૯૫ (હિ. સ. ૧૯૨)માં “ચંદ્રાવતી”—આબુ અને નાગોરના રજપૂતોએ ગુજરાતના રાજા સાથે જોડાઈ જઈ અજમેર મુસલમાનો પાસેથી છીનવી લેવાને ઈદે કર્યો. આ સાંભળી કુબુદીન તે તરફ રવાના થયો. ગુજરાતનું લશ્કર હજુ
૧. કામેલ-ઇબ્ન અસીર–ઈબ્ન બત્તાએ (હાંસિયે ૧ પૃ. ૫૬ ભા. ૨)માં લખ્યું છે કે સૈયદ નાસિરીન પૃથ્વીરાજના સમયમાં ઘોડા વેચવા આવ્યો હતો. એનીપતમાં તેના જમાઈએ ઘોડા છીનવી લીધા અને તેની કતલ કરી. આ જ કારણે દિલહીની ફતેહનું હતું.
૨. ફરિતાએ સિપાહસવારનું નામ “ જીતવાન' લખ્યું છે. ખરેખર એ ખોટું છે. મારા ધારવા મુજબ “મિરાતે મોહમ્મદી'માં ખરું નામ લખવામાં આવ્યું છે, તે જ કારણથી મેં એ પસંદ કર્યું છે.