SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોના હુમલા [૨૫ હિંદુસ્તાતમાં રખડતો ભમતો ગોર પહેંચ્યો અને સહીસલામત જગ્યા સમજી ત્યાં તેણે મુકામ કર્યો. ઝેહાના ખાનદાનના લકે પણ આમતેમથી તેની પાસે જમા થયા. ફરીદુને એક ફોજ મેકલી તેમને જડમૂળથી ફરીથી ઉખેડી નાખવાની ઈચ્છા કરી. પરંતુ સલમ, તૂર અને ઈરજની લડાઈએ ફરીદુનને નાહિમ્મત કરી નાખ્યો અને ખંડણી લઈ નછૂટકે સુલેહ કરી નાખી. બિસ્તામ ઠંડે કલેજે ગીરના પહાડી પ્રદેશમાં હકૂમત કરવા લાગ્યો. એ ખાનદાન ઈસ્લામના સમય પર્યત એ પહાડી મુકમાં રાજ્ય કરતું રહ્યું. તે ઈરાનીઓને નામની જ ખંડણી આપતું હતું. હઝરત અલીની ખિલાફત દરમિયાન શખસ નામના એક શખ્સ ઈસ્લામને સ્વીકાર કર્યો તેને તેના કબીલાને અમીર બનાવવામાં આવ્યો. અબ્બાસી રાજ્ય દરમિયાન તેઓ પાસેથી છ ખિદમત લેવામાં આવી. સફારી તેના ઉપર જીત મેળવી શક્યા નહિ; પરંતુ સામાનીઓના રાજ્યમાં એ ઈલાકે નામની જ ખંડણી આપતો થઈ ગયો. કેટલાક ગોરી કબીલામાં હજુ ઇસ્લામને પ્રચાર થયો ન હતો, તેથી ગેરની મુસ્લિમ અને ગેરમુસ્લિમ કેમ આપસમાં કજિયા કર્યા કરતી હતી, એટલે સુધી કે મોહમ્મદ બિન સૂર કબીલાને અમીર થયો અને તેણે સારા ગોર ઈલાકા ઉપર સંપૂર્ણપણે કબજો મેળવ્યો. સુલતાન મહમૂદ ગઝનવીએ મોહમ્મદ બિન સૂરને તેના પુત્ર સાથે ગિરફતાર કર્યો અને તમામ ગોર પિતાના કબજાના ઇલાકામાં શામેલ કરી લીધું. મેહમ્મદ બિન સૂરે ઝેર ખાધું ત્યારે મહમૂદે તે પુત્રને છોડી દીધો અને મોટા પુત્ર અબુઅલીને ઈલાકાનો સરદાર બનાવ્યો. મસઉદ બિન મહમુદના સમયમાં અબુઅલીને તેને ભત્રીજે અબ્બાસ બિન શીસ મારી નાંખી પોતે તખ્તનશીન થયો. તેના જુલમથી તંગ થઈ ઈબ્રાહીમ ગઝનવી આગળ લોકેએ શિકાયત કરી. તેણે તેને ગિરફતાર કરી એક કિલ્લામાં કેદ કર્યો, અને તેના પુત્ર મોહમ્મદ બિન અબ્બાસને ગાદી સોંપી. તેના પછી તેને ત્રીજો પુત્ર કુબુદ્દીન હસન તેની જગ્યાએ આવ્યા.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy