SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોના હુમલા [૨૭૧ અવસાનની સાલ ઈ. સ. ૧૨૯૧ – હિ. સ. ૬૯૧ માનવામાં આવે છે. જે તેમની ઉપર ૧૨૦ વર્ષની કબુલ કરવામાં આવે (જે મારા અભિપ્રાય મુજબ કંઈ ખોટું નથી અને ગેરવાજબી પણ નથી, કારણકે દુનિયામાં એ ઉમરના ઘણું માણસો થયા છે.) એટલે તેમના જન્મની સાલ વિ. સ, પ૭૧ – ઈ. સ. ૧૧૭૫ હશે. તે સમયે અજયપાળ સોલંકી રાજ્ય કરતો હતો. મજકૂર શેખ સાદ ઝબ્બીની હકૂમતના જમાનામાં પોતાના વતનથી નીકળ્યા હતા અને અબુબક્રની હકૂમતના શરૂઆતના સમયમાં પિતાને વતન ગયા ન હતા. તેમની સફરનો સમય પણ એ જ હતો. સાદ ઝગીનું અવસાન ઈ. સ. ૧૨૨૬ (હિ. સ. ૬૨૩)માં થઈ હતી, એ સમય ઈ. સ ૧૧૭૯ (હિ. સ. ૫૫) થી ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૯) પર્વતનો ભીમદેવ બીજા સોલંકીને હતો. તેનો સમય અતિ ફિતૂર દંગાનો રહ્યો. પ્રથમ તે ચૌહાણેએ ગુજરાત ઉપર હુમલો કરી મુલકમાં અશાંતિ પેદા કરી હતી. તે પછી દિલ્હીના કુબુદીન એય બકે બે વખત ગુજરાત ઉપર ચડાઇ કરી તેનો કબજે લીધો તે પછી તાબાના હાકેમોએ બળવો કરી મુલ્કના જુદા જુદા ભાગ ઉપર કબજો કર્યો. તેઓમાં સૌથી વધારે બળવાન ખાનદાન બહુધા વાઘેલાનું હતું. ટૂંકમાં એ જમાનો અંધાધુંધી અને નાનાં નાનાં વહેંચાયેલાં રાજ્યોને હતો. એ સમયે સાદીનું સોમનાથમાં આગમન થયું હતું. જેમકે એ વાત તે ખુદ નીચે પ્રમાણે લખે છે – હું મનાથ પહોંચ્યો અને હજારો આદમીઓને જોયા. એક મૂર્તિની પૂજા માટે દૂર દૂરથી લોકો આવે છે અને તેની પાસેથી પોતાની ઇચ્છા પૂરી કરાવવાની વિનંતિ કરે છે, મને આશ્ચર્ય થયું કે એક સજીવ નિર્જીવ વસ્તુની શા માટે પૂજા કરે છે અને આશાની પરિપૂર્ણતા માગે છે. આ વાતની પૂછપરછ માટે મેં એક બ્રાહ્મણની સાથે ઓળખાણ કરી પૂછ્યું: “આ લેકે આ નિર્જીવ મૂતિ ઉપર ૧. ખુસ્તાને સારી, પ્રકરણું ૮
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy