________________
૨૬૬ ]
ગુજરાતનો ઈતિહાસ એ કિસ્સાને સ્વીકાર કરવામાં આવે તે એને ફક્ત નીચે પ્રમાણે જ મૂકી શકાય, કે દેવશીલ કયાં તો ભીમદેવને કા દુર્લભસેન છે અથવા તો તેનો બાપ નાગરાજ છે. આ ખાનદાનના આ જ બે શખ્સો છે જે રાજ છોડી વનવાસી થયા હતા. પરંતુ બીજા દેવશીલની સાથેના ઘર્ષણને કિસ્સે આને લાગતું વળગતું નથી તેથી કમમાં કમ એટલું માનવું પડશે કે શાહી ખાનદાનને કેઈ બીજે શાહઝાદ પણ મુલ્કના કોઈ એક હિસ્સાની માલિકી ધરાવતો હતો. જેની પાસે મુશ્ક છીનવી લેવાની તાકત હતી. પરંતુ હાલના સંશોધન મુજબ ગુજર કેમની એક શાખા વલભીની હતી, તે ભાવનગર પાસે વલભીપુર વસાવી ત્યાં રાજ કરતી હતી. તેઓ ત્રણ સદી પર્યત હકૂમત કરતા રહ્યા. એ ખાનદાનના આખરી છ રાજાઓને શીલાદિત્ય કહેવામાં આવે છે. એ સતનત ફના થતાં તે ખાનદાનના શાહઝાદાઓએ મુલ્કના નાના નાના હિસ્સાને કબજે લઈ લીધો હતો. તેઓ ગુજરાતના તાકતવર રાજાઓને ખંડણી ભરતા હતા. સુલતાન મહમૂદ ગઝનવીના સમયમાં તે ખાનદાનને એક રાજા હતિ તેની હકૂમતની હદ ફક્ત પ્રભાસપાટણના ઇલાકા પર્યત હતી, તેને મહમુદે તાજ અર્પણ કર્યો હશે. બહુધા શીલાદિત્ય દેવશલીમ, દાબશલીમ અને દેવશીલ એક જ પુરુષને માટે જણાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે ગુજરાતનો બંદોબસ્ત કર્યા પછી મહમુદે પાછા જવાને ઈરાદો કર્યો, પરંતુ જેવું અહીં આવવું મુશ્કેલ હતું તેવું જ પાછા ફરવું પણ અતિ મુશ્કેલ હતું. સુલતાન મહમુદ ગઝનવીએ અતિ દુરદેશી વાપરી સિંધના રસ્તે ઈખ્તિયાર કર્યો. તે કચ્છનું રણ ઓળંગી સિંધ પડઓ. તેણે રાહબરી માટે એક ભોમિયા સાથે રાખે હતો તેણે જાણી જોઈને તેને ભુલાવામાં નાખે અને ફેજને એવાં રણ અને મેદાનમાં વાઈ ગયો કે ત્યાં ગાઉ સુધી પાણીનું નામ કે નિશાન ન હતું. પાણી વિશે પૂછતાં ભોમિયાએ કહ્યું
૧ ફરિસ્તા