SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોના હુમલા [ ૨૫૯ દુઆ માંગી; ત્યારપછી ઘોડા ઉપર સવાર થઈ પોતાની ફોજમાં આવી ગયો. તેણે હિંમત આપવી શરૂ કરી. બહુધા તેણે ફોજને સમજાવી હશે કે ગઝના અહી થી બહુ દૂર . ગુજરાતની એક તરફ સમુદ્ર અને બીજી તરફ રણ છે. દુશ્મનોની ફેજ સામે ઊભેલી છે. જે હાર થઈ તો તમે ક્યાં જશે અને તમને કયાં આશ્રય મળે એમ છે ? તેથી લડીને જાન આપવા કઈ પણ રીતે બહેતર છે. ટૂંકમાં મહમૂદની દઢતા તથા તેણે આપેલી ધીરજથી લાગલગાટ હુમલાએ લડાઈને રંગ પલટાવ્યો. ગઝનવી જ આટલા દિવસ મહમૂદ સાથે લડી હતી તે આવે સમયે તેને છોડી ક્યાં જઈ શકે? તેમણે એવો તે જુસ્સા બંધ હુમલો કર્યો કે ભીમદેવની ફોજ તેનો સામને કરી શકી નહિ અને પાંચ હઝાર મરણને શરણ થયેલાને છોડી એઓ ભાગી ગયા. ગઝનવી ફોજેને સંપૂર્ણ ફતેહ મળી. બીમદેવ અને રાજા દેવશીલની પૂઠ પકડવી ઠીક ન લાગી. એ લેકી નાસી છૂટી પિતાપિતાના પાયતખ્તમાં આવ્યા. સુલતાન ફતેહમંદ થઈ ફરીથી સોમનાથના ઘેરાની ફોજને આવી મળ્યો. આ બાજુ કિલાવાળાઓની આશા પણ જતી રહી હતી. બહાદુર રજપૂતોને લડી મર્યા સિવાય બીજે રસ્તે નજરે ન પડે. તલવાર ખેંચી ખેંચીને કૂદી પડયા. અને નિરાશાજનક સ્થિતિમાં લડાઈ શરૂ કરવામાં આવી. મહમૂદની ફોજનાં દિલ દેખીતી જીતથી ફૂલી ગયાં હતાં. તેણે અતિ બહાદુરીથી હુમલો કર્યો અને નિસરણી મૂકી મૂકીને કેટ ઉપર ચડવા લાગી. રજપૂતોને ભાગી ગયા સિવાય છૂટકો ન હતો, કારણ કે તેઓ ગઝનવી ફોજથી ભયભીત થઈ ગયા હતા. ૪૦૦૦ આદમી સોમનાથથી નીકળી જહાઝમાં બેસી ગયા અને તેમણે નાસી છૂટવાને ઈરાદો કર્યો, પરંતુ ખબર પડતાં સુલતાને તુરત જ એક વહાણમાં ફોજના એક હિસ્સાને તેની પૂંઠ પકડવા રવાના કર્યો. તેમાંના કેટલાક માર્યા ગયા અને ઘણખરા ડૂબી ગયા. બાકીનાને કેદ કરી લાવવામાં આવ્યા. હવે કિલ્લામાં ફક્ત મુસલમાન જ નજરે પડતા હતા અને કબજા અને નિરાશ નજરે ન પચે બહાર જતા
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy