________________
મુસલમાનોના હુમલા
[૨૫૫ અને આટલી ત્વરાથી કઈ રાજા પણ વખતસર મદદ કરી શકે તેમ નહતો તેથી તે “નહરવાલા” પાયતખ્તથી નાસી છૂટયો. આખરે ગઝનાથી ઊપડી ૮૦ મંઝિલ વટાવી સુલતાન મહમૂદે “નહરવાલા” પહોંચી દમ લીધો તે પહેલાં જ ભીમદેવ તે ત્યાંથી ભાગી ગયો હતો, તેથી તેની પૂઠ પકડવાને વિચાર કર્યો. પ્રથમ સરંજામ ખૂટી ગયેલ હોવાથી નવેસરથી તૈયાર કર્યો અને બીજી જરૂરી ચીજો પણ મળી જવાથી મોઢેરા તરફ વળે, ત્યારપછી વઢવાણને રસ્તે દેલવાડા પહોંચ્યો. એ શહેર તે ભાગમાં બીજા નંબરનું ગણાતું હતું. મહમૂદના અચાનક આગમનથી તથા ભયભીત થઈ જવાથી મુકાબલે કરવાની કોઈની હિંમત ચાલી નહિ. બહુધા કેટલાક લોકોએ નો સામને કર્યો પરંતુ કામિયાબ ન થયા, અને મહમૂદ શહેરમાં વિજયવંત દાખલ થયા. ભીમદેવ ત્યાંથી પણ ચાલ્યા ગયા અને સોમનાથ થઈ કચ્છમાં આવેલા કંથકોટમાં પહોંચ્યા.
સુલતાન મહમૂદ દેલવાડાથી ફારેગ થઈ ઈ. સ. ૧૦૨૫ (હિ. સ. ૪૧૬)માં સીધે સોમનાથ પાટણ બંદરે પહોંચ્યો. તેણે જોયું કે સમુદ્રના કિનારા ઉપર એક આલિશાન કિલ્લે છે, જેનું શિખર
૧. શેરૂલ અજમ ભા. ૪ મહમદના સમયના કવિઓના પ્રકરણમાં.
૨. [મેરા એક મોટું શહેર હતું જે વિસ્તાર અને ભપકામાં પાટણથી કેઈપણ રીતે કમ ન હતું. એ શહેર પાટણની નજદીકમાં જ હતું. તેમાં સૂરજદેવતાનું એક મોટું મંદિર હતું. તેથી એ ઘણું દોલતમંદ અને આબાદ શહેર થઈ ગયું હતું. ગઝનવીની ફેજ પાટણ પછી એ જ શહેરમાં આવી અને ખૂબ લૂંટફાટ મચાવી, જે વિશે ફરરૂખીએ લખ્યું છે. એ જ શહેરથી નીકળેલા બ્રાહ્મણોને ગુજરાતમાં મોઢ બ્રાહ્મણ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે મોઢ વાણિયા પણ હોય છે. સ્વ. મેહનલાલ કરમચંદ ગાંધી (મહાત્માજી મોઢ વણિયા હતા; તેમના બાપદાદાઓ પોરબંદરમાં જઈ વસ્યા હતા.
૩. યાદે અવ્યામ, પૃ. ૯ (પહેલી આવૃત્તિ) ૧. મિરાતે અહમદી