SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોના હુમલા [૨૫૩ હેરતમંદ થઈ ગયે, કારણ કે એ વાત બિલકુલ તેના ખ્યાલની વિરુદ્ધ હતી. મહમૂદ ગઝનાથી રવાના થયો ત્યારે એના આગમનની હિંદના દરેક રાજાને ખબર તો હશે જ, પરંતુ કેઈને એમ ખબર ન હતી કે વીજળી મારા ઉપર જ પડશે. આ જ કારણને લઈને અજમેરનો રાજા નચિંત હતું. પરંતુ જ્યારે બલા શિર ઉપર આવી પહોંચી ત્યારે ગુજરાતના રાજાની મદદ માગી, પરંતુ તે મળી નહિ. તેથી તેને માટે ભાગી ગયા સિવાય બીજો કોઈ આરે રહ્યો નહિ. મહમૂદ ગઝનવી અજમેર ખાલી જઈ દાખલ થયો અને નવેસરથી સરંજામ તૈયાર કરી નીકળે. સામે તારાગઢનો મજબૂત કિલ્લો હતો, પરંતુ વિલંબ થવાના તેમજ તેના આવવાની ખબર પ્રચલિત થઈ જવાના ખ્યાલથી તારાગઢને ઘેરો ઘાલવાની વાત તેને મુનાસિબ ન લાગી અને એ રાજાને આટલી શિક્ષા કાફી સમજવામાં આવી. ત્યાર પછી જંગલ, મેદાન, ગામ અને શહેરમાં થઈએ આબુ પહોંચ્યો.૧ નાના નાના ઠાકરેએ અધીનતા સ્વીકારી. આબુના રાજાએ પણ નજરાણું આપી તાબે થઈ પિતાનો જાન બચાવ્યો અને પોતાના મુલ્કમાંથી બલી ટાળી. સુલતાને ત્યાંથી હુમલો કરતા ગુજરાત પહોંચી ગયો અને સીધે અણહીલપુર પાટણ તરફ રવાના થયે. અરબી ક્તિાબોમાં “પાટણ”ને બદલે “ફતન” લખ્યું છે. એનું અસલ નામ અણહીલ-. ૧. એ વાત ખાસ ઉલ્લેખ કરવા લાયક છે કે મહમદ ગઝનવી અજમેરથી સીધે આબુ આવ્યું. તેણે ઉજજનને બિલકુલ છેડયું નહિ. મારા અભિપ્રાય મુજબ એનું કારણ એ છે કે તમામ હિંદુસ્તાનમાં તે સમયે ફક્ત ઉજજનને રાજા ભેજ એક અકલમંદ રાજ્યાઁ હતો. પિતે રાજદ્વારી બાબતમાં પ્રૌઢ હવા ઉપરાંત જ્ઞાન અને વિદ્યામાં પણ એાછો ઊતરે એ નહતો. એમ જણાય છે કે તેણે ખામોશીથી મહમૂદ ગઝનવી સાથે સુલેહ કરી દીધી હતી. અને તે જ કારણથી તે ત્યાં ગયો નહિ. વળી એ માટે મારી પાસે એ દલીલ છે કે તે સમયને એક શાએર ઘનપાલ લખે છે કે મહમૂદ ગઝનવીને ઉજજનના રાજાએ વાલિયરમાં હાર આપી હતી. પરંતુ જગમશહૂર વાત છે કે મહમૂદને વાલિયરમાં કોઈ પણ શિકસ્ત મળી નહતી.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy