________________
૨૩૮]
ગુજરાતને ઈતિહાસ સંપાદન કર્યો હતો. મુસલમાનો ઉપરનો ત્રાસ જોઈ તે સમયના હાકેમ આગળ ફરિયાદ કરી, પણ કેઈએ તેનું સાંભળ્યું નહિ. એક વિધવા વૃદ્ધ સ્ત્રીનો એકનો એક છોકરો માર્યો ગયો, ખાસ કરીને ત્યારે તેમનું દિલ ભરાઈ આવ્યું, તેથી મેહમ્મદ બિન હસન બિન અલી ઈરાકીએ–જેમને સામાન્ય રીતે લેકે “મહમૂદશાહ મંગરોલી” કહેતા હતા તેમણે-તે ડેસીની મારફત એક પત્ર સુલતાન મહમૂદ ગઝનવી ઉપર મોકલ્યો, જેમાં મહમૂદને અહીંના મુસલમાનોની મુશ્કેલીઓ જણાવી અહીં આવવાને કહેણ મોકલ્યું હતું. બીજી રીતે કહેવામાં આવે તો તેમણે એમ જણાવ્યું હતું કે તમે હિંદુસ્તાનમાં હુમલા કરતા ફરે છે અને ખાસ પ્રભાસ પાટણમાં જ્યાં મુસલમાનોને તકલીફ વેઠવી પડે છે તે તમે દૂર કરતા નથી, જ્યારે મહમૂદને એ પત્ર મળ્યો ત્યારે એકદમ સામાન તૈયાર કરી તે રવાના થયો. આ બનાવ ગુજરાત અને સૌરાષ્ટ્રના આમ મુસલ
૧. કિસ્સએ મહમૂદશાહ મંગરેલી છપાયેલ ઉર્દી અને ગુજરાતીમાં. એ ક્તિાબ અસલ ફારસીમાં હતી. તેને હિ. સ. ૧૨૧૬માં ઉ૬ પદ્યમાં તરજામે થયે હતું. જો કે તેમાં શાહની કેટલીએ કરામત વગેરેને ઉલેખ છે. પરંતુ મેં ફક્ત સાર લઇ લીધો છે અને શારની અતિશયોક્તિવાળી અને જાહેર રીતે કયાસ કરવા યોગ્ય ન હોય એવી બાબતે તરફ લક્ષ આપ્યું નથી. આ ક્તિાબની અગત્ય જેવી રીતે રાસમાળાની છે તેવી જ રીતની છે, વગેરે. હાજીમહમૂદશાહ મંગરોલીની કબર વેરાવળ અને સોમનાથ પાટણની મધ્યમાં છે. ત્યાં ઝિયારત માટે લકે જાય છે અને નાળિયેર ચકાવે છે. મંગરોલી શાહના મકબરામાં કબરે છે અને તેમાં એક અરબી, બીજો ફારસી અને ત્રીજે ઉર્દૂમાં, એમ ત્રણ શિલાલેખે છે, તેમને પહેલા અરબીને નીચે પ્રમાણે છે:
“આ કબર મહાન, દાતાર, પવિત્ર, અને ઉદાર કાઝી મહૂમ, (અલ્લાહની રેહમત તેમના ઉપર હ) મલેકુસ્ સુદુર શસુદૌલા વદ્દીન હુસેન બિન મેહમ્મદ અલી ઇરાકી” (મલેકુસ્ સુદુર)
અવસાન રબીઉલ અવલ, હિ સ. ૬૯૯”