SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ] ગુજરાતના ઇતિહાસ કરીને સામનાથ વિશે કંઈ પણ એવા ઉલ્લેખ નથી. આથી સાફ રીતે માલૂમ પડે છે કે એની કાંઈ ધાર્મિક કે રાજકીય અગત્ય ન હતી. ત્યારપછી ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષોં ઉપર ગ્રીક લાકાએ જૂનાગઢ અને ભરૂચને કબજો લીધા હતા, પરંતુ મિસરા ઇતિહાસકાર એરિયન સેામનાથ વિશે કઇ પણ લખતા નથી. તે છતાં પણુ બંદર હેવાના કારણે તે એક ઉલ્લેખ કરવા લાયક સ્થળ હતું. આ ઉપરથી મારી વાતને સમન મળે છે કે તે સમય પર્યંત એની એવી મહત્તા ન હતી કે ઉલ્લેખ કરવા લાયક હોય. તે પછી જુદી જુદી કામાએ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર હકૂમત કરી. પરંતુ સામનાથને વિશે કઈ ઉલ્લેખ આવતા નથી અને તેના વિશે પણ વધુ પ્રમાણમાં માહિતી આપવામાં આવી નથી. ગુજર કામે જ્યારે હિંદમાં આવી પાંચમી સદી (ઈ.સ. ૫૦૦) માં ગુજરાત લીધું ત્યારે સામનાથ એક મોટું બંદર હતું અને વધુ પ્રમાણમાં તે “દેવપત્તન” નામથી ઓળખાતું હતું. ગુજરાની વલભીનો સલ્તનત કાયમ થઈ ત્યારે એ ખંદર તેના તાબામાં હતું, જ્યારે વલભીપુરને પહેલી જ વખત વિનાશ થયે! ત્યારે વલભીના રાજાઓએ એને રાજધાની બનાવી હતી, પરંતુ એ લેાકા જ્યારે પાછા ચાલ્યા ગયા ત્યારે ચાવડા ખાનદાને એને જો લીધા. પરંતુ એ જાણવાનુ ન મળ્યું કે એ લેક સ્વતંત્ર રીતે રાજ્યકર્તા હતા કે વલભીના ખાનદાનના હાથ નીચે સૂબા તરીકે રહ્યા હતા. એમ કહેવાય છે કે સ્વામી શકરાચાર્યના સમયમાં (ઈ. સ. ૭૦૦—હિ. સ. ૮૧ )માં જ્યારે હિંદુધર્માં નવેસરથી બળવાન થયા અને બૌદ્ધધર્મને રુખસદ આપવામાં આવી ત્યારે તેમણે હિંદુએનાં તીક્ષેત્રો દૂરદૂર સ્થળેાએ સ્થાપ્યાં તેમાં એક સામનાથ ધામ પણ હતું. ૧ ૧ ૧. એરીસા કે આસારે કદીમા-દાક્તર રાજેન્દ્રપાલ મિત્ર પ્રકરણ ‘જગન્નાથ’; ધણું કરીને સેામનાથ જ્યારે પાયમાલ થયુ' ત્યારે એ મડ ત્યાંથી દ્વારકા ગયા, જે આજ પર્યંત છે.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy