________________
૨૧૨ ]
ગુજરાતને ઇતિહાસ બહાર જાય છે. પ્રકાશ, લીલાશ અને ચળકાટમાં તે ઉપર વર્ણવ્યા જેટલે ઉમદા છે, પરંતુ ફરક માત્ર એટલે છે કે આ મજકૂર પથ્થરથી વધારે સખત અને વજનદાર છે, અને હરેક શખને તફાવત માલુમ પડતો નથી. ફક્ત હોશિયાર ઝવેરી જ તે સમજી શકે છે. અને એ હિંદી લીલમને ઝવેરી “મક્કી” નામથી ઓળખે છે, કારણ કે હિદથી એડન બંદરેથી પસાર થઈ મક્કાના બજારમાં લઈ જઈ તેને વેચવામાં આવે છે. તેથી લોકો તેને “મક્કી જ કહે છે. (ભા ૦૧. પૃ. ૫૧૧) ગુજરાતમાં તે સમયે વીરસિંગ ચાવડાની હકૂમત હતી.”
ત્યારપછી ઈ. સ. ૮૫૧ (હિ. સ. ૩૪૦)માં ઈસ્તખરી, ઈ. સ. ૯૭૭ (હિ. સ. ૮૩૬)માં ઈગ્ન હેકલ અને ઈ. સ. ૮૮૫ (હિ. સ. ૩૭૫)માં બસ્સારી મુકસી સિંધ અને ગુજરાતમાં આવ્યા. તેમના વિશે ઉપર વર્ણન આવી ગયું છે. ચોથી સદીની આખર અને પાંચમી સદીની શરૂઆતમાં ઈ. સ. ૧૦૧૭ (હિ. સ. ૪૦૮)માં અબૂરીહાન બીરૂનીએ ગુજરાત વિશે જે કંઈ પિતાની “ક્તિાબુલ હિન્દ'માં લખ્યું છે તે નીચે પ્રમાણે છે –
કચ્છ જ્યાંથી મુમ્બર (એક જાતની દવા) નીકળે છે તે દ્વારકાથી ૬. સોમનાથથી ૧૪ અને ખંભાતથી ૩૦ દિવસના રસ્તા જેટલે અંતરે છે. તે પછી ખંભાતથી અસાવલ બે, ભરૂચ ૩૦, અને સંદાન (ચંદાન) ૫૦ દિવસના રસ્તાના જેટલા અંતરે આવેલું છે. સંદાનથી સોપારા ૬ અને થાણું ૫ દિવસના રસ્તા જેટલા અંતર ઉપર છે. (પૃ. ૧૦૨) એમ કહેવાય છે કે કાંકણના ડાંક જંગલમાં (ઘણું કરીને ડાંગ” હશે) શરૂ નામનું ચેપનું જનાવર હોય છે, જેની પીઠ ઉપર પણ ચાર પગ હોય છે. તેને એક નાની સૂંઢ તથા બે મેટાં શિંગડાં પણ હોય છે. તેનાથી તે હાથીને મારે છે ત્યારે તેના બે ટુકડા કરી નાખે છે. તે ભેંસની જાતનું ગેંડાથી પણ મોટું પ્રાણી છે. કોઈક વખતે તે કોઈ જાનવરને મારે છે અને મરણ પામી તે