SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ મુસલમાનોને સંબંધ | [ ૧૯૩ (રદી.)ના સમયમાં મદીના આવ્યું હતું, જેના આવ્યા બાદ મલબારના રાજાએ ઈસ્લામને સ્વીકાર કર્યો હતો. તે પછી ઈ. સ. ૬૩૬ (હિ. સ. ૧૫)માં બીજા ખલીફા હઝરત ઉમર બિન અલખિતાબ (રદી.) જ્યારે ઉસમાન બિનલઆસી સકશીને બહરીન અને ઉમાનનો હાકેમ બનાવ્યો ત્યારે સકણીએ થાણું (મુંબઈ ઇલાકા) ઉપર ચડાઈ કરવાને એક ફેજ મોકલી, જે લૂંટનો માલ લઈ સહીસલામત પાછી આવી. આ ફેજને સેનાપતિ ઉમાનના હાકેમનો ભાઈ હકમ બિનુલઆસ હતો. ૧. થાણું જિલ્લા હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારાના સમુદ્ર અને પહાડની વચ્ચેનો ભાગ છે. તેના બે વિભાગ છે. દક્ષિણના ભાગને મલબાર અને ઉત્તરના ભાગને કોંકણ કહેવામાં આવે છે. થાણામાં રત્નાગિરિ અને કલાબાના જિલ્લાઓ, સાવંતવાડી, જજીરાની રિયાસત, ગોવા અને મુંબઈ શહેર આવેલાં છે. આ ઈલાકાની લંબાઇ ૩૩૦ માઇલ અને પહોળાઇ ૩૫ થી ૫૦ જેટલી છે. થાણા શહેર મુંબઇથી ૨૦ માઈલ દૂર સાલસેટ બેટ ઉપર આવેલું છે. અબુરીહાન બીરૂનીએ “ક્તિાબુલ હિંદ”માં થાણાને કંકણનું પાયતખ્ત લખ્યું છે. રશીદદીને “જામેતિવારીખમાં તેને “કાંકણુ થાણ” લખ્યું છે. અબુદિાએ લખ્યું છે કે એ એક મહાન શહેર છે અને તનાસી નામનું એક જાતનું કાપડ ત્યાંથી આવે છે. માર્કોપોલના સમયમાં ઈ. સ. ૧૨૯૨ (હિ. સ. ૬૯૨)માં એક હિંદુ રાજા રહેતો હતો. પરંતુ તેના પછી કેટલાક દિવસ બાદ કુબુદ્દીન મુબારક શાહ ખલજીના સમયમાં તેને જીતી લઈ દિલ્હી સલ્તનતમાં શામેલ કરી લેવામાં આવ્યું. એક પોર્યુગીઝ મુસાફર બારબોઝાએ એનું નામ થાણા મંબુ” લખ્યું છે. મુંબઈને તેણે “મંબુ' કહ્યું છે. ઈ. સ. ૧૫૭૩ (હિ. સ. ૯૪૦) પિચંગીઝ લોકોએ તેને કબજે કર્યું. અને ઇ. સ. ૧૭૩૯ (હિ. સ. ૧૧૫૨)માં મરાઠાઓએ તેમની પાસેથી છીનવી લીધું, ઈ. સ. ૧૭૭૪ (હિ. સ. ૧૧૮૮) માં બ્રિટિશ સરકારના કબજામાં તે આવ્યું. તેની વસ્તી ત્યારે આસરે ૧૫૦૦૦ જેટલી હતી. (ઈબ્ન બટૂતા–હાંસિયો). સુહુલ આશામાં જણાવવામાં આવ્યું છે કે એ શહેર દરિયા કિનારા ઉપર દુનિયાના સાત ભાગમાંથી પહેલા ભાગમાં આવેલું છે. એ ૧૧૪ ૨૦ રેખાંશ અને ૧૯° ૨૦” અક્ષાંશ ઉપર છે. તે ગુજરાતની પૂર્વની હદ છે, ત્યાંથી ભાલા અને તબાશીર (વંશલોચન દવાનું નામ) દુનિયાના તમામ ૧૪
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy