SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] ગુજરાતના ઇતિહાસ 1 કામમાં તે નિરાશ થઈ પા આવ્યા. ઈ. સ. ૧૧૯૬ (હિ. સ. ૫૯૩)માં કુત્બુદ્દીને ગુજરાત ઉપર હુમલા કરી વેર વાળ્યું. ભીમદેવ મીજાજના બહુ તીખેા હતેા અને તેથી લાકા તેને સલાહ આપતાં ડરતા હતા. પરિણામ એ આવ્યુ કે સારા દેશમાં અંધાધુધી ફેલાઈ ગઈ. આથી ઈ. સ. ૧૨૨૨ (હિ. સ. ૬૨૧)માં તાબાના રાજાએ બળવા કર્યાં, અને જયસિદ્ધ સાલકીએ તે રાજ સુધ્ધાં છીનવી લીધું. આખરે. મહામુશીબતે તેણે બળવા શાંત કર્યાં અને તેણે ખાયેલી સલ્તનત ઈ. સ. ૧૨૨૮ (હિ. સ. ૬૨૬)માં ફરીથી મેળવી. ભીમદેવે લાંબુ આયુષ ભાગનું હતું અને ૨૩ વરસ રાજ્ય કર્યું હતું, પરંતુ અધી ઉમર અશાંતિમાં ગુજારી હતી. ખરી વસ્તુસ્થિતિ એ છે કે પૃથ્વીરાજ અને કુત્બુદ્દીનના હુમલાએ આ સલ્તનતના તમામ ભાગે ઢીલા કરી દીધા હતા, આથી મુલ્કમાં જે ગેરવ્યવસ્થા ફેલાઈ તેને તે સુધારી શકયા નહિ. આ ફાયા અમીરા અને હાકેમાએ લીધે, અને આસ્તે આસ્તે તેએ સત્તાવાળા થયા. આખરે એ સલ્તનતના અંત આવ્યા. ઈ. સ. ૧૨૪૩ ( હિ.સ. ૬૪૧ )માં ભીમદેવ મરણ પામ્યા. ત્રિભુવનપાળઃ—. સ. ૧૨૪૩ (હિ. સ. ૬૪૧ ). તેના પિતાની પછી તે ગાદીએ આવ્યા, પરંતુ મુલ્કમાં અંધાધુંધીને લઇને સંખ્યાબંધ રાજા સત્તા ઉપર આવી ગયા હતા. તેમાંના એક ધેાળકાના વાઘેલા વંશના વીસળદેવ હતા. એ રાજા ગુજરાતને માલિક થયેા ત્યારે વાધેલા ખાનદાને ગુજરાતના મેોટા ભાગને કબજો મેળવ્યા હતા, અને એનું રાજ્ય તાકતમાં પાટણના રાજ્ય કરતાં ચડી જતું હતું. આથી ઇ. સ. ૧૨૪૪ (હિ. સ. ૬૪ર)માં વીસળદેવ વાઘેલાએ તેને (અર્થાત્ ત્રિભુવનપાળને) ગાદી ઉપરથી ઉતારી દીધા અને પોતે માલિક થઈ બેઠો. તે સાલકી ખાનદાનના છેલ્લે રાજા હતા. આ ખાનદાનની અગિયાર વ્યક્તિએ લગભગ ૩૦ વરસ રાજ્ય કર્યુ એક ઇતિહાસકાર તરીકે મારી પ્રામાણિક ફરજ છે કે જે સાચું હોય
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy