________________
હિંદુઓના સમય
[ ૧૫૭
કરવા માટે તૈયારી શરૂ કરી. તે સમયે સહસ્રલિંગ નામનું એક તળાવ પાટણની નજીક બંધાવ્યું, જે સાથે એક મંદિર પણ તૈયાર કરાવ્યું. રુદ્રમાળ જેને પાયે! મૂળરાજે નાખ્યા હતા તે તેણે પૂરું કરાવ્યું. તેના ચાર થાંભલા અદ્યાપિ પણ સિદ્ધપુરમાં માજીદ છે. વાળાક જિલ્લામાં તેણે લગભગ એકસેા ગામ બ્રાહ્મણેાને દાનમાં આપ્યાં. ખર નામના એક સરદાર મ્લેચ્છ ( ઘણું કરીને ભીલ કે કાળી હશે.) બ્રાહ્મણેાને બહુ સતાવતા હતા તેની સાથે લડી તેને હરાવ્યો. બ્રાહ્મણેાની માગણીથી તેમને ત્યાંથી પાછા ખેાલાવી અમદાવાદની પાસેની જમીન બક્ષિશ કરવામાં આવી. આ દરમિયાન માળવાની લડાઇ માટે ખરાખર તૈયારી કરતા રહ્યો અને હરેક રીતે શાંતિ થતાં તેણે માળવા ઉપર ચડાઈ કરી. યાવમાં (માળવાના રાજા) બાર વરસ પર્યંત લડતા રહ્યો. આખરે તે હાર્યાં અને કુદ કરી તેને પાટણમાં લાવવામાં આવ્યે. સિદ્ધરાજે આ કૃતેની ખુશીમાં એક મહાન જલસા ઊજવ્યો અને અણહીલવાડ પાટણનું પાયતખ્ત બદલી સિદ્ધપુરમાં લઈ આવ્યેા.
સેારઠમાં એક કુંભારને ત્યાં રાણકદેવી નામની એક ખૂબસૂરત પાલિત કન્યા હતી. સિદ્ધરાજને જ્યારે ખબર પડી ત્યારે તેની સાથે લગ્ન કરવાના તેના વિચાર થયા; આથી તેની સાથે વિવાહ નક્કી કર્યાં. લગ્ન થાય તે પહેલાં જૂનાગઢના રાજા રા'ખેંગાર તેને પરણી મેઠા અને તેને જુનાગઢ લઈ ગયા. સિદ્ધરાજ નારાજ થયા અને બહુ ક્રોધે ભરાયા. તેણે સત્વર સારઠ ઉપર હુમલા કર્યાં. આ લડાઈ ૧૨ વરસ જારી રહી. અને જ્યારે ફતેહની આશા ન રહી ત્યારે સિદ્ધરાજે રા'ખેંગારના ભાણેજ દેશળને ચાલાકીથી ફાડી પેાતાના કરી લીધેા. આમ ઘરના ભામિયા હાથ લાગતાં સિદ્ધરાજને ફતેહ મળા અને સારડના રાજા માર્યાં ગયા. તેના બે કુમળી વયના ગુજરાત ઉપર હુમલેા કર્યા હશે અને પછીથી આ પ્રેમ કિસ્સામાં નાસીપાસ થવાથી માળવા જીતી તેના વિનાશ કરવા સિદ્ધરાજ તૈયાર થયા હશે.)