SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓને સમય [ ૧૫૫ સાંદુ અને મુંજાલ તેના ઉત્તમ સલાહકાર હતા. વિરમગામમાં મનસર કે (મુનસર) અને ધોળકામાં “મલાવ” (મીનળસર) નામનાં તળાવ તેણે બંધાવ્યાં હતાં. જ્યારે તેણે મલાવ તળાવ માટે જમીન ખરીદવા માંડી ત્યારે તે સ્થળની વચ્ચે એક સ્ત્રીની માલિકીની જમીન હતી જે તેણે વેચવાનો ઈન્કાર કર્યો; આથી રાણુએ તેની મરજી વિરુદ્ધ તે જમીન ખરીદી નહિ, અને તળાવ રાંટું બનાવ્યું. બળજબરીથી હાસિલ કરવાનું તેણે પસંદ કર્યું નહિ. સિદ્ધરાજ ઉમરલાયક થયો ત્યારે સતનતની વ્યવસ્થા પંડે કરવા લાગ્યો. એક વખત મીનળદેવી સોમનાથ જાત્રા કરવા નીકળી. ધોળકાથી વીસ માઈલ ઉપર. “ભોલાદ” છે. જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેને માલુમ પડ્યું કે કેટલાક લેકે પાછા જાય છે. તપાસ કરતાં જણાયું કે ત્યાં જાત્રાળુ. પાસેથી વેરે લેવાતે હતો, અને તે ન આપે તો તેમને પાછા કાઢવામાં આવતા હતા; આથી તેને ખોટું લાગ્યું. ત્યાંથી સત્વર ઘેરે. પાછી આવી. સિદ્ધરાજ તે તરફ જતાં રસ્તામાં તેને મળ્યો. સિદ્ધરાજે પાછા ફરવાનું કારણ પૂછયું. રાણીએ જવાબ આપ્યો કે જ્યાં સુધી જાત્રાળુઓ પાસેનો વેરે માફ થશે નહિ ત્યાં સુધી ખોરાક ખાઈશ નહિ. જાત્રાળુઓના વેરાની વાર્ષિક આવક ૭૨ લાખ (રૂપાના સિક્કા) હતી. આવી મહાન રકમની ખોટનો ખ્યાલ કર્યા વગર રાજાએ કહ્યું કે તમારા કારણને લઈને ધાર્મિક ફરજ અદા કરવા માટે આ વેરે. હું માફ કરું છું. તે પછી મીનળદેવી જાત્રા કરવા ગઈ. આ ઉપરથી લોકકલ્યાણ માટેની તેની ભાવનાનો ખ્યાલ આવે છે. એક વખતે ૧ તારીખે ગુજરાત પૃ. ૧૬૬ ઉપર જણાવવામાં આવ્યું છે કે આ જમીન એક દરબારીની હતી. તેનું નહિ વેચવાનું કારણ ફક્ત એ હતું કે રાણ તળાવ બનાવીને પિતાનું નામ અમર કરશે તેની સાથે મારા ઇનકારની પણ જાહેરાત થશે. ૨. આ વાત વિશે “તારીખે ગુજરાત”ને કર્તા આ પ્રમાણે ઉલ્લેખ કરે છે કે મીનળદેવી દક્ષિણથી નીકળી ત્યારે નર્મદા નદીની પાસે બાલાઘાટ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy