SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓને સમય [૧૫૩ કાઢ્યો. અણહીલવાડની હકૂમતની લગભગ આવી સ્થિતિ કરણ રાજાના સમય સુધી હતી. સપાટ પ્રદેશ ઉપર સોલંકી ખાનદાન રાજ્ય કરતું હતું, પરંતુ પહાડી ઇલાકા સામાન્ય રીતે ભીલ અને કેળીઓના કબજામાં હતા. તેઓનું કામ લેકેને વખતોવખત લૂંટમાર કરી સતાવવાનું હતું. કરણ પહેલો જ શમ્સ હતો જેને ખબર પડી કે તેઓનું આ પ્રમાણે રહેવું ભયથી મુક્ત નથી. અસાવલ જેનું અસલી નામ “આશાપલ્લી” હતું તે આ સમયે કેન્દ્ર થઈ ગયું હતું, તેને તેણે જીતી લીધું અને ત્યાં કર્ણાવતી નામથી એક નગર વસાવ્યું. જે હાલના અમદાવાદની દક્ષિણ બાજુએ હતું. ત્યારપછી તમામ આવા લકાનાં કેન્દ્રિત સ્થળોને નાશ કરી સલતનતને મજબૂત અને ભયમુક્ત કરી. પાટણની દક્ષિણ બાજુએ મોઢેરા પાસે “કરણસાગર’ નામનું એક તળાવ બંધાવી સંખ્યાબંધ મંદિર બનાવ્યાં. મોઢ બ્રાહ્મણ અને મોઢ વાણિયા ત્યાંથી જ આવેલા છે. તેણે ગિરનાર પર પણ એક મંદિર બંધાવ્યું હતું જે અદ્યાપિ પણ છે. તેણે દક્ષિણમાં આવેલા ચંદ્રપુરના રાજાની પુત્રી સાથે લગ્ન કર્યું હતું, જેનું નામ મીનળદેવી હતું. તેણે સિદ્ધરાજને જન્મ આપ્યો. તે સમયે કરણ વિષ્ણુની પૂજા કરવાને ઈંદ્રપુર ગયો તે વખતે તેની ગેરહાજરીમાં ૧. એ અસાવલ હાલના જમાલપુરને સ્થાને હતું; કર્ણાવતીના વિસ્તાર માં “અસાવલ' ઉપરાંત કોચરબ-પાલડીને વિસ્તાર પણ આવી જતો હતો. ૨. મીનળદેવીના લગ્ન વિશેનો બનાવ “તારીખે ગુજરાત ” પૃ. ૧૬૧માં અજાયબી ભરેલી રીતે ધ્યાન કરવામાં આવેલો છે. કરણ તેના મહેલમાં હતો તે વખતે દરવાને ખબર આપી કે એક ચિત્રકાર દરબાર–પ્રવેશની રજા માગે છે. પરવાનગી મળતાં તે હાજર થયો. તેણે જુદી જુદી જાતનાં ચિત્રો બતાવ્યાં, જેમાં એક કુંવારી ખૂબસૂરત છોકરીની તસ્વીર હતી તેના ઉપર પસંદગી ઊતરી. તપાસ કરતાં માલૂમ પડયું કે તે દક્ષિણમાં આવેલા ચંદ્રપુરના રાજા જયકેશીની કુંવરીની છે જેનું નામ મીનળદેવી છે. ચિત્રકારે કહ્યું કે એણે આજ પર્યત કેઈની સાથે વિવાહ પસંદ કર્યો નથી. પરંતુ આપની તસ્વીર જોઈ આપની સાથે વરવાની ઈચ્છા રાખે છે તેથી તેના બાપની
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy