________________
૪]
ગુજરાતનો ઈતિહાસ રાજકીય વિસ્તારમાં જે વધઘટ થતી રહી તેને આગળ ઉલ્લેખ કરવામાં આવશે.
વસ્તી–આ પ્રાંતની વસ્તી લગભગ ૧ કરોડ જેટલી છે. એમાં ૨૦ મેટાં શહેરો અને ૫૦૦૦ ગામે છે. મુસલમાનોની વસ્તી ૨ થી કંઈક વધારે છે, એટલે કે ૧૭ લાખ જેટલી છે.
વિસ્તાર–એનું ક્ષેત્રફળ ૭૪૦૦૦ ચોરસ માઈલ છે. ઉત્તર દક્ષિણ એની લંબાઈ ૩૨૦ માઈલ છે અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ ૩૬૦ માઈલ છે. - ગુજરાતના કિનારા –ગુજરાતને કચ્છથી માંડી થાણું સુધીને કિનારે છે. એમાં ઘણું અખાનો છે તેમજ પુષ્કળ બંદરે. છે. એ હાલમાં પણું ઉપયોગમાં આવે છે. માંડવી, દ્વારકા, જામનગર, પોરબંદર, માંગરોળ, વેરાવળ, કેડીનાર, દીવ, જાફરાબાદ, ભાવનગર, ખંભાત, ભરૂચ, દમણ અને ડુમસ બંદરે છે. કેટલીક જગ્યાઓમાં ફક્ત નાનાં નાનાં જહાજે જાય છે અને બેટા હરફર. કરે છે, પરંતુ બાકીનાં તમામ જે અસલ બંદરો હતાં તે અંગ્રેજ સરકારે રાજકીય ફાયદા ખાતર બંધ કરી દીધેલાં છે.
અખાતે:–ખંભાતનો અખાત અને કચ્છના અખાત. ગુજરાતમાં દાખલ થવાના સાત રસ્તા છે – '
(૧) આબુ પર્વતની ખીણુ-જ્યાંથી સાધારણ રીતે આર્યો અને ગુજર આવ્યા હતા, અને મહમૂદ ગઝનવી વગેરેએ ચડાઈ કરી હતી.
(૨) કચ્છનો અખાતઃ-જ્યાંથી ગ્રીક લોકો આવ્યા હતા.
(૩) કચ્છનું રણુ-જે બાજુથી મહમૂદ ગઝનવી પાછો ગયા હતા અને મહમદ ઘોરી આવ્યા હતા. - (૪) ખંભાતનો અખાત –જેમાં થઈને અરબ વેપારીઓ આવ્યાં હતા.
(૫) ખાનદેશ-આ બાજુ મેહમદ તઘલખ દક્ષિણમાં થઈગુજરાતમાં આવ્યો હતો.