SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓને સમય [ ૧૩ રાજા હતા. તેની વિખ્યાતિનાં ત્રણ કારણ છેઃ (૧) તેની ફતેહેને લઈને તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર એક કેન્દ્ર ઉપર એક ઝંડા નીચે આવ્યાં; (૨) બૌદ્ધ ધર્મ અને તેના રાજ્યને ગુજરાતમાંથી બહાર કાઢયાં; (૩) તે ખાસ કરીને બ્રાહ્મણોને બહુ માન આપતો હતો. તેના જન્મ તેમજ મરણની સાલે વિશે માહિતી મળતી નથી, પરંતુ એ વાત તે નક્કી જ છે કે તેણે ૫૫ થી ૫૬ સાલ પર્યત રાજ્ય કર્યું. તેની તખ્તનશીની વખતની તેની વય ૨૦ વરસની માનવામાં આવે તો તેના જન્મની સાલ ઈ. સ. ૯૨૨ (હિ. સ. ૩૧૧) હોઈ શકે. તેના પિતાનું લગ્ન રત્નાદિત્ય ચાવડાની પુત્રી સાથે થયું હતું, જેણે ઈ. સ. ૯૨૦ (હિ. સ. ૩૦૦) થી ઈ. સ. ૯૨૫ (હિ. સ. ૩૨૪) પર્યત હુકમરાની કરી હતી, એટલે કે તેના તખ્તનશીન થયા બાદ ત્રીજે કે ચોથે વરસે મૂળરાજને જન્મ થયો હતો. ઈ. સ. ૯૯૭ (હિ. સ. ૩૮૭)માં મૂળરાજે તખ્ત ઉપરથી પોતાને હાથ ઉઠાવી લીધો. એ સમયે તેને રાજ્ય કર્યું ૫૫ થી ૫૬ વરસ વીતી ગયાં હતાં. સામાન્ય રીતે ઈતિહાસમાં જણાવવામાં આવે છે કે તેના જન્મ પછી લગભગ ૭૫ વર્ષ હકુમતના હકને ઠાકરે મારી ઈશ્વરપ્રાર્થના અને તીર્થોની યાત્રામાં પોતાની જિંદગી પસાર કરી. અર્થાત પિસો વરસની ઉમર પછી પણ તે લાંબે સમય જીવ્યો હતે.. મૂળરાજે પિતાના મામા સામંતસિહની કતલ કરી તખ્તના તમામ વારસોને મોતના ઘાટ ઉપર ઉતારી મૂકીને તખ્ત હાસિલ કર્યું. જેઓ તેની શમશેરથી છટકયા તેઓએ આસપાસની સલ્તનતમાં આશ્રય, લીધે. હું ધારું છું કે તેણે આખરી સમયે પોતાનું કેન્દ્રસ્થાન સૌરાષ્ટ્ર કર્યું હતું, જ્યાં મૂળરાજની વિરુદ્ધ કાવતરાં રચાયાં હશે. પરંતુ ખરી વાત એ છે કે તેને વારસારૂપે કોઈ પણ હક ન હતો. તેથી આ વાત ફેલાઈ ગઈ ત્યારે અજમેર અને તેલંગના રાજાઓએ એ જ બહાનાથી ચડાઈને ઈરાદો કર્યો. મૂળરાજે પણ તમામ તૈયારીઓ કરી અને રાજધાનીના સરંક્ષણ માટે તદબીર કરવામાં મણ ન
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy