SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓને સમય [ ૧૨૭ કરતા તેમજ સલાહ આપત. ૧ હવે વનરાજે તેને વછર બનાવ્યો. આસ્તે આસ્તે વનરાજની ઉન્નતિ થવા માંડી. દોલતને લઈને લશ્કરમાં ભરતી આસાનીથી થઈ. થોડા જ સમયમાં એણે તમામ અગત્યનાં સ્થળો કબજે કરી ગુજરાત ઉપર હકૂમત કરવા માંડી. હવે તેને માલૂમ પડયું કે રાજધાની કઈ એવી જગ્યાએ કરવી જોઇએ જે તંદુરસ્ત આબોહવા ઉપરાંત રાજકીય બાબતે માટે પણ ફાયદાકારક હોય. આવી જગ્યા માટે અણહીલ નામના ભરવાડે પત્તો આપો. ત્યાંની તંદુરસ્ત આબેહવાની દલીલ માટે તેણે જણાવ્યું કે એક કૂતરાએ અહીં સસલો પકડયો; સસલાએ સુંદર બહાદુરી વાપરી પિતાનો જીવ બચાવ્યો. ટૂંકમાં એ જગ્યા પસંદ કરવામાં આવી અને તે ભરવાડના નામ ઉપરથી તેનું નામ “અણહીલવાડ”પાડી તે જગ્યાએ પાયતખ્તને પાયો નાંખ્યો. આ જ સમયે ઈ. સ. ૭૧૫ (હિ. સ. ૧૦૭) માં જાનદ નામના સિંધના હાકેમે ગુજરાત ઉપર ચડાઈ કરી અને મારવાડ, માંડલ, ધિણોજ, ભરૂચ વગેરે ઉપર જીત મેળવી લૂંટનો માલ લઈ પાછો ચાલ્યો ગયો; પરંતુ સિંધમાં માંહોમાંહેની તકરારને લઈ અહીંની બુદ્ધિપૂર્વક વ્યવસ્થા ન થઈ. આ અશાંતિ અને મુશ્કેલીનો લાભ ૧. હું ધારું છું કે આ વાણિયો તેને વિશ્વાસુ માણસ હતો. તેની મારફત માલને પત્તો મેળવી તે લૂંટફાટ કરતે હશે, અને તેની જ મારફત તે વેચતો હશે. ૨. આઇને અકબરી અને મિરાતે અહમદીમાં જણાવવામાં આવ્યું છે કે રવાડે એવી શરત કરી હતી કે જે મારા નામ ઉપરથી રાજધાની વસાવવામાં આવે તો જ જગ્યાને પત્તો આપું; અને તેથી તેની એ શરત કબૂલ કરવામાં આવી. પછી એ જગ્યા બતાવી જે એક ગાઢ જંગલમાં સરસ્વતી નદીના સમૃદ્ધ પ્રદેશમાં દક્ષિણ બાજના કાંઠાની નજીકમાં ઊંચા સપાટ સ્થાનમાં આવી હતી. હું ધારું છું કે એ ભરવાડ તેના સાથીઓમાં હતો અને ભરવાડ હોવાના સબબથી તે એ જગલના ખૂણેખૂણાથી વાકેફ હતો. આવી રીતે વનરાજે પોતાના બંને સાથીઓના નામ ઉપરથી બે શહેર વસાવ્યાં એક અણહીલવાડ અને બીજું ચાંપાનેર.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy