SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬] ગુજરાતને ઈતિહાસ વાની વાત તે એવી રીતે અંદર આવે છે કે તે આશ્ચર્યકારક વિચિત્ર અને અસ્વીકાર્ય છે. (૨) આ ઉલ્લેખમાં વલભીના રાજાનું નામ આપવામાં આવ્યું નથી. જે હોત તો તે ઉપરથી માલૂમ પડી જાત કે એ કયા સમયને બનાવ છે. (૩) એણે કઈ સાલ પણ દીધી નથી. તેણે સિંધના હાકેમનું નામ તેમજ મજૂરાના હાકેમનું પણ નામ આપ્યું નથી, કે જેની સાથે વલભીપુરના નાશને સંબધ હોય. આવા સંજોગમાં આ વાતને ખરેખ અને ચોક્કસ રીતે પ. મેળવવો બેહદ મુશ્કેલ છે. કેટલાક હિંદુ ઇતિહાસકારોએ ઉમરબિન જમાલનું પણ નામ લખ્યું છે. I હવે ચડાઈ કરનાર વિશેની ચોખવટ કર્યા પહેલાં અરબોના ગુજરાત ઉપરના તમામ હુમલાનું ખ્યાન કરવું મુનાસિબ થઈ પડશે. અઓએ સૌથી પહેલે હુમલે હિ. સ. ૧૫ (ઈ. સ. ૬૩૬)માં થાણા ઉપર કર્યો હતો. તે વખતે વલભીના રાજાઓમાં કૂવસેન બીજે (ઈ. સ. ૬૨૦ થી ઈ. સ. ૬૪૦ ) રાજ્ય કરતો હતો. થોડા દિવસ બાદ ભરૂચ ઉપર હુમલે આવ્યા. તે સમયે ભરૂચમાં ગુજરનું રાજ્ય હતું, પરંતુ બીજાપુરના પુલકેશીના લેખ ઉપરથી માલુમ પડે છે કે પુલકેશી બીજે (દક્ષિણી ચાલુકય ) તમામ ગુજરાત ઉપર શહેનશાહત કરી રહ્યો હતો. ભરૂચને ગુજર રાજા “દ” બીજે (ઈ. સ. ૬૩૩) હતે. હિ. સ. ૯૩ (ઈ. સ. ૭૧૧) માં મોહમ્મદ બિન કાસિમે સિંધ જીતી લીધું અને સંપૂર્ણ વ્યવસ્થા કર્યા બાદ ભિન્નમાલ તરફ તે ફર્યો, અને ત્યાંના લોકો લડયા વગર તાબે થઈ ગયા. ત્યારપછી જ મેહમ્મદ બિન કાસિમને અરબસ્તાન પાછો બેલાવી લેવામાં આવ્યું. તે વખતે વલભીપુર ઉપર શીલાદિત્ય ચોથા (ઈ. સ. ૬૯૧ થી ૭૨૨)નું અને ભરૂચ ઉપર જયભટ્ટ ત્રીજા (ઈ. સ. ૭૦૦ થી ૭૩૫) અને દક્ષિણ ગુજરાત ઉપર - ૨. પ્રાચીન ઈતિહાસ, પ્રકરણ ચાલુકય. ૩. બલાઝરી ફહે સિંધમિસર.
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy