________________
૧૨]
ગુજરાતને ઈતિહાસ વલભીપુરને વિનાશ આ આલીશાન શહેર જે અઢીસો સાલથી પણ વધારે સમય પર્યત તમામ શહેરમાં મશહૂર હતું, એની ખરાબી કેવી રીતે થઈ એ એક એવી બાબત છે કે જે વિશે હારૂનના ખજાનાની માફક કંઈ સમજણ પડતી નથી. ઘણું દંતકથાઓ છે. કાઈએ કહ્યું કે તેને વિનાશ પાર્થિયનની મારફત થયે. કઈ દૂણનું નામ આપે છે. અને કેઈ કહે છે કે એ લોકો “કેટી” હતા. ઇલિયટ સાહેબે પણ એ વિશે કંઈ ખાસ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. કેટલાક એમ પણ કહે છે કે સિંધના અરબોએ એને વેરાન કર્યું. કેટલાંક તામ્રપત્ર ઉપરથી આના સંબંધ માટે પણ કોશિશ ચાલુ છે. પ્રથમ હું એ દંતકથાઓ જણાવું છું, તે પછી એ વિશે ખાસ ચર્ચા કરીશ કે એ શહેરનો કયા સમય દરમિયાન વિનાશ થયો અને કેવી રીતે થયો. જેની પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે “ઢેઢલીમલ” નામને એક સાધુ પિતાના ચેલા સાથે વલભીપુર આવ્યો અને શહેર નજીક પિતાનું સ્થાન નક્કી કર્યું. ચેલે શહેરમાં ભીખ માગવા ગયો પરંતુ કેઈએ કંઈ આપ્યું નહિ. ન છૂટકે જંગલમાં ગયો અને લાકડાં કાપી લાવ્યો અને તે વેચી પસા મેળવ્યા. આટ ખરીદી રોટલી પકવવાની ઈચ્છા કરી ત્યારે લેકાએ ઇન્કાર કર્યો, છતાં એણે જેટલી પકાવી. લાંબા સમય પર્યત તે આ જ પ્રમાણે રહ્યો. આખરે એક દિવસે સાધુએ ચેલાને પૂછયું કે “તારા શિર ઉપરના વાળ કેમ ખરી પડે છે ?” તેણે અસલ વસ્તુસ્થિતિનું ખ્યાન કર્યું કે “લાકડાં હરરોજ માથા ઉપર ઉઠાવવાનું આ પરિણામ છે.” સાધુએ કહ્યું: “ કાલે હું જ જઈશ” અને તે ગયો; પરંતુ કુંભારો સિવાય કોઈએ દાન આપ્યું નહિ. આથી સાધુને ક્રોધ ચડ્યો. તેણે કુંભાર ઉપર સંદેશ મોકલ્યો કે “ તું તારા કુટુંબ કબીલાને લઈને અહીંથી ચાલ્યો જા, કારણ કે હવે આ શહેરનો વિનાશ થઈ જશે. પરંતુ જતી વખતે પાછું ફરી જોઈશ નહિ.” પછી કુંભાર ચાલ્યો ગયો. પરંતુ જ્યારે તે ભાવનગર