________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય અનુકૂળ છે. હવે પ્રશ્ન એ છે કે પ્રવાહી પૃથ્વી નાટકની ઉક્તિઓ માટે ઉચિત વાહન છે? પૃથ્વી માટે હજી સુધી આ દા થયો નથી. અને હું માનું છું થઈ શકે પણ નહિ. શેકસપિયરનાં નાટકનું -ભાષાન્તર પૃથ્વીમાં થાય એ હું કલ્પી શકતો નથી. પૃથ્વી ગમે તેટલે
અગેય હોય છતાં તેની અમુક ચાલ છે, એ ચાલ કદાચ મૂળ તે કઈ સંગીતનાં સૂક્ષ્મ દેશનેથી નિયત થઈ હશે જ કે આપણે તેને અત્યારે સંગીતથી કેવળ અલગ રાખી પડી શકીએ છીએ. પણ એ ચાલ ગમે તે કારણેથી નિયત થઈ હોય પણ, નાટકને માટે સીધી, વેગવાન, અને પઠનની સાથે જ, સાંભળતાં વેંત જ, સમજાઈ જાય એવી જે ઉકિતની જરૂર હોય છે, તેવો ઉકિત પૃથ્વી જેવા અટપટા છન્દમાં અપ્રતિહિત વહી શકે નહિ, એમ થવા માટે ગદ્યની વધારે નિકટ રહી શકે એવી વાક્યરચના જોઈએ, અને પૃથ્વીના બંધારણમાં એ શક્ય નથી.
મુખ્યત્વે આ દષ્ટિ ધ્યાનમાં રાખી વનવેલી યોજાઈ છે. તેનું મૂળ કાર્ડ ઘનાક્ષરીનું છે. દષ્ટાતો ઉપરથી શ્રીયુત કેશવલાલ ભાઈએ બતાવ્યું છે કે ઘનાક્ષરીમાં ૮ મે ૧૬ મે કે ૨૪ મે અક્ષરે યતિ લેપાય છે અને તેથી તે સ્થાનને યતિ શોભાને છે. છેવટ જે ચરણાન્ત યતિ રહ્યો તે કાઢીને તેમણે રચનાને પ્રવાહી કે ધારાવાહી બનાવી. એટલે કે રચનામાં ઘનાક્ષરીનું માત્ર એક જ તત્ત્વ રહ્યું, તે તેના બીજભૂત ચતુરક્ષર સંધિનાં આવર્તનનું.
સળંગ પાઠય કવિતા માટે ઘનાક્ષરીના ઔચિત્ય વિશે બે જુદી જુદી દિશામાંથી બે સ્વતંત્ર સમર્થક અભિપ્રાયો મળે છે તે અહીં નોંધવા લાયક છે. આપણે ઉપર જોઈ ગયા કે નવલરામભાઈ એમ માનતા હતા કે આપણામાં કવિતા બોલાતી છે જ નહિ ગવાય જ છે. તે પ્રકરણમાં બોલાતી કવિતાના દાખલામાં તેઓ કવિતને ગણાવે છે. તેઓ કહે છે “કવિતા બોલવી એ જ શું તે આપણામાં થોડા સમજતા હશે. એની કંઈ સમજ પડવા હિંદુસ્તાનની કવિતા