________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
બળાં મળે ન્હાનાં રમણીય લીલાં ઉપવન દસેક એવા એવા વિવિધ પ્રદેશો પરિચિત મુજને દુષ્ટ આવે;
દસે દસે સત્ય દંડક અરણ્ય આજે !—કો ઠામે સદ્ગત ગોવર્ધનરામે પણ કટાવનો પ્રયોગ કર્યો છે :
ગિરિવર કેરે શલે શિલે, વૃક્ષ માત્રને પત્ર પત્રે, નદીની ઊર્મિ ઊર્મિ ઉપર, વાયુની લહરી લહરી સાથે, પશુ પક્ષીને અંગે અંગે-બે શબ્દ, મેઘમાળને ખ3 ખંડે, અંશુનાથને કિરણે કિરણે, નાચે લક્ષ્મી વિવિધ વેગથી વિવિધ રંગમાં ચંચળ ચપળા હાવભાવ કરી રમણીય કેવા?
જેની જેની રતિ સજી રે ! બને ગુજરાતીમાં ઉત્તમ ગણાતી કવિતાના નમૂના છે. પણ બન્નેમાં રચનાની મર્યાદા તરત જણાઈ જાય છે. દાદા બીજ ઘણું જ ટૂંકે છે, તેથી જાણે ઘણે જ ટૂંકે પગલે ચાલવું પડતું હોય એમ લાગે છે. અને દાદામાં પહેલા દા ઉપરને તાલ ઘણો જ જોરદાર છે, તેથી વાક્ય તાલથી એટલું બધું થડકાય છે કે લાંબાટૂંકાં વાકયેનો અર્થવિરામોથી અને ધ્વનિના આરોહઅવરોહથી સંવાદ ઉત્પન્ન થઈ શકતો નથી, એ સંવાદને અવકાશ જ મળતો નથી.
ઝૂલણાના દાલદા બીજનાં આવર્તનથી શ્રી મનહરરામે રામ છન્દ લે છે. એક ટૂંકો દાખલો જોઈએ.
જય થજે જય થશે
જ્યાં વસ્યા આર્ય સંસ્કારની પીમળ પ્રસરાવતા, પરશુ નિજ સ્કંધ પર નિરંતર ધારતા, પ્રલય કાલાગ્નિસમ અદિલ વિદારતા રક અવતાર ભડવીર વિBદ્ર તે
રામ ભાર્ગવ વડા–