________________
૨, વૃત્તોની વિચિત્ર્યમય રચનાઓ . ૧૨ મામાં ‘વિરહ' શબ્દ તત્સમ છે તેને બદલે તેને તદભવ વિર ગણીએ તો ચાલે. પણ “ઋતુઋતુએ જે ” એ ખંડમાં બે ગુરુને સ્થાને ચાર લધુ મૂક્યા છે તેથી સ્પષ્ટ રીતે ઇદને સંવાદ બગડે છે, અને તે કઈ રીતે નિવઘ લાગતું નથી. એક સાક્ષરે મશ્કરીમાં કહેલું તેમ આ સોળ વરસના એકને બદલે આઠ આઠ વરસના બે લાવવા જેવું છે. આને માટે એક દલીલ થાય છે કે વૈદિક છોમાં આવી છૂટ લેવાતી હતી. તેને જવાબ એક બાજથી એ છે કે વૈદિક છન્દ એ છન્દોના અખતરા હતા. અને એ અખતરામાંથી જ હાલના પિંગળનાં રૂપે સિદ્ધ થયાં છે, તે સંવાદના સૂક્ષ્મ ધારણને આધારે. બીજું એ કે વેદિક છન્દો તેના ભવ્ય અર્થ અનુસાર એક રીતે ગવાતા હતા, પણ હાલના આપણુ છન્દો ગવાતા નથી, ઊલટું સંસ્કૃત વૃત્તોમાંથી હતું તેટલું પણ ગેય તત્ત્વ આપણે કાઢી નાંખ્યું છે. અને એ જ ઇષ્ટ છે, એટલે તેમાં આવી છૂટ પિસાય નહિ. હજી પણ વેદ ઉપનિષદો કે ગીતાના અનિયમિત છન્દોના અનુવાદોને આપણે મૂળ પ્રમાણે ગાવા તૈયાર છીએ એટલે તેના અનુવાદોમાં એવી છૂટ નિર્વાહા બને એટલું જ નહિ ભૂષણરૂપ થાય, પણ અન્યત્ર ન થાય.
આ પિંગલના છન્દોના વિસ્તાર, છન્દનાં મિશ્રણ, અને છની યતિઓના ફેરફારનું પ્રકરણ પૂરું કરતા પહેલાં મારે એક વસ્તુ કહેવાની રહે છે. હવે આપણે પિંગલ વિશે શાસ્ત્રીય ચર્ચાઓ કરવા માંડ્યા છીએ ત્યારે આપણા પ્રાચીન પિંગલકારોએ અને આલંકારિકાએ આવા પ્રતેની ચર્ચામાં શું કહ્યું છે તે જાણીને આગળ ચાલીએ તે સારું. આધુનિક કાવ્યસાહિત્યમાં નાનાં મિશ્રણને પહેલે પ્રયોગ મેં શ્રી નરસિંહરાવના “દિવ્ય ગાયકગણુ” કાવ્યમાંથી આપ્યું અને તે સાચો છે. પણ તે વિશે શ્રી નરસિંહરાવ પિોતે કહે છે તે ધ્યાનમાં લેવા યોગ્ય છે. એ જ કાવ્યમાંથી
44. The aathor of this work believed he had created thi. original combination, till years afterwards he heard the following lings quoted from the Bhagavata :