________________
[ ૪૭ *
૨. વૃત્તની વૈચિત્ર્યમય રચનાઓ સ્વાભાવિક અનુમાન છે. છતાં તેમણે પણ જાણે બહુ જ કમને પ્રાસ છોડ્યા જણાય છે. સૌથી પહેલાં પ્રાસ છોડયાનો દાખલો ૧૮૮. માં પ્રસિદ્ધ થયેલા માલતીમાધવના ભાષાન્તરમાં છે. પણ તે આખા નાટકમાં અને તેમાં શ્લોક પુષ્કળ –માત્ર એક જ દાખલો પ્રાસ વિનાને છે, બાકી બધા લોકોમાં પ્રાસો છે–અનેક જગ્યાએ માત્ર અંત્ય સ્વરના એટલે નામના પ્રાસો છે, પણ પ્રાસ છોડયો નથી. તે પછી કાના ( પ્રસિદ્ધ ૧૮૮૧) માં પણ લગભગ બધા લોકો પ્રાસવાળા છે, ત્યાં પણ અનેક શ્લોકોમાં માત્ર અંત્ય સ્વરનો પ્રાસ છે, અને માત્ર ચાર પાંચ લોકો પ્રાસ વિનાના છે. ઉત્તરરામચરિત્ર ( પ્રસિદ્ધ ૧૮૮૩) માં પ્રાસ છોડયો છે પણ કોઈ કઈ જગ્યાએ અરધા શ્લોકમાં પ્રાસ છે અને અરધામાં નથી. તે સંબંધી તે વખતને અભિપ્રાય શ્રીયુત નરસિંહરાવને જોઈએ. “તમે એમ ધારિયે છિયે કે સંસ્કૃત ઢબના કલેક, હેમાં એ જેનાં ચરણ લાંબાં જાય છે તહેવા શ્લોક ૧૦ તે યમકરહિત ૧૧ હોય તો અરુચિકર લાગતા નથી. અહિં એટલું જ કહેવાનું છે કે રા. મણિલાલે યમક રહિત કર્યા છે. હેમાં એકંદર રીતે કાંઈ ખોટું થયું નથી. બાકી તેમાં લેવા પણ લેક છે કે જ્યાં યમક ન હોવાથી કર્ણને ઉદ્વેગ થાય છે. તે હવા છે કે ઘણા ભાગમાં યમક રાખીને પછી તરત યમક છેડી દીધો છે. ઉદાહરણ તરીકે એક જ શ્લોક આપિયે છિયે –
અહા આ બાપૌધ કુટિત શુભ મુકતાવલી સામે,
પડે ધીમે ધીમે ધરણિ, કણ ફૂટ્ય વિખતે; ૧૦. “લાંબાં ચરણ” એ શબ્દમાં લાંબા અંતરાયવાળી ૫ક્તિઓમાં પ્રાસનું અનુસંધાન ન રહી શકે એવા મારા મતને પરોક્ષ સમર્થન મળે છે.
11. મેં ઉપર જેને પ્રાસ કહ્યો છે તેને માટે શ્રી. નરસિંહરાવે ચમક શબ્દ વાપરે છે. મેં, ઉપર કહ્યું તેમ, માત્ર રૂઢ સબ્દ વાપર્યો છે, તેના નિકટને સંસ્કૃત શબ્દ યમક છે.