________________
૧. પદ્યરચનાના ફેરફારી
[
હું જાણતા નથી; પણ ગુજરાતી ભજનની એક વિશિષ્ટ હલક છે તે તા સૌ કોઈ કહેશે. આ ભજન સગીત હજી સાક્ષરામાં સ્થાન પામ્યું નથા. ગરબી સાહિત્યની પેઠે તે નવા લેખકૅા મેળવી શકયું નથી. એ સાહિત્યના લેખક વર્તમાન સમયમાં શ્રીયુત મહાદેવભાઇએ પ્રકાશમાં આણેલ કવિ અર્જુન તથા મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકર અને કઈક 'અશે ‘જ્ઞાની 'કવિ અનવર સાહેબ. ભજનપરંપરા નષ્ટ થતી જાય છે, તેનું મુખ્ય કારણ ! એ હું ભજનેા ગાવાને શેાખ ઘટતા જાય છે. નવીન કેળવણી લીધેલાને જૂનાં ભજતામાં રસ રહ્યો નથી. આપણી ધમ ભાવના શિથિલ થતી જાય છે કે કેમ તે તે હું કહી શકતા નથી, પણ ધર્મભાવના પ્રકટ કરવાનાં જૂનાં સ્વરૂપે! અદૃશ્ય થતાં જાય છે તે સાથે ધાર્મિક ભજંતા ગાવાની વૃત્તિ પણ ધટતી જાય છે. ચેાગના અગમ્ય અનુભવા, સંસારની નિ:સારતા, મૃત્યુની નિશ્ચિતતા, વગેરે અકના એક વિષયેા લગભગ એકના એક ચવાયેલા શબ્દામાં આપણાં ભજતામાં આવ્યા કરે છે તે તરફ હવેના વાચકો અને શ્રોતાઓને કટાળા આવે છે. અને કંઈક એમ પણ જણાય છે કે તુલસી ખીર નાનક સુરદાસ તુકારામ જેવા મહાન સતેાના જેવી સરલ આ` અને ભવ્ય વાણી ગુજરાતીમાં નરસિંહ સિવાય બીજાની નથી, એટલે આ વાણીના પરિચયમાં આવ્યા પછી ગુજરાતી ભજનાનું આકષ ણુ કઈક એછું થાય છે. ગુજરાતમાં પ્રાથનાસમાજને આપણે નવીન ધ ભાવનાનું એક સ્વરૂપ કહીએ, પણ તેને જૂની ભજનપરંપરાનું અનુસ ંધાન ન થયું. પણ છેલ્લાં ઘેાડાં વરસાથી લેાકસાંહિત્યની પેઠે ભજના તરફ પણ આપણું ધ્યાન ગયું છે અને એ સાહિભના રાગે પણ કદાચ પ્રચલિત થશે એમ કહી શકાય.
સંગીતસંલગ્ન કાવ્યે... વિશે આટલું કહી, હું પિંગલની હકૂમતમાં થતા કેટલાક ફેરફારા વિશે ચર્ચા કરીશ. અહી સૌથી મહત્ત્વનું અને સૌથી પ્રથમ તેાંધવા જેવું એ છે કે વર્તમાન યુગંના પહેલા કવિએ દલપતરામ અને નર્મદાશંકરનુ પહેલુ ધ્યાન પિ`ગલની