________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય તિરસ્કાર હતો તે હાલ ઘણાખરા દૂર થયેલો જોઈ અમે ઘણું રાજી થઈએ છીએ.” આ ૧૮૮૨માં લખ્યું છે એટલે ગરબીના તિરસ્કારનો કાલ ૧૮૬૦-૭૦ નો દસકે ગણાય. આ સમયના તિરસ્કારનો અર્થ હું માત્ર એટલો જ કરું છું કે દલપતરામની ગરબીભદ્ર તરીકે મશ્કરી કરનાર વર્ગને ઉદ્દેશીને આ લખાયું હોય, એ તિરસ્કાર ગરબી વિરુદ્ધ હેય તે કરતાં દલપતરામની શિલી વિરુદ્ધ હતો એમ કહેવું વધારે ઊંચત હું માનું છું. નર્મદાશંકરના “જેસ્સાના શોખીનને દલપતરામની શિલીની ચીડ હતી બાકી નર્મદે પોતે પણ ગરબી નથી લખી એમનથી. . હાલ તો જમાનો રાસયુગને છે અથવા બહાનાલાલ કવિથી રાસયુગ બેઠે એમ કહેવાય છે તેનો હું એક જ અર્થ કરી શકું છું કે ભણેલી બહેનેમાં રાસ લેવાની પ્રથા છેલ્લાં વીસ પચીસ વરસમાં જ વધારે લોકપ્રિય થઈ તેનું કારણ ઘણે મોટે અંશે આખા દેશમાં આવેલા ચૈતન્યનો જુવાળ છે, જેને લીધે આપણે રાજ્યતંત્રમાં વધારે ચોક્કસ શબ્દોમાં સ્વરાજ્ય માગ્યું, કેળવણીમાં સ્વભાષાનો ઉગ્રતર આગ્રહ કર્યો, વ્યવહારમાં સ્વદેશી તરફ વધારે મોટા પ્રમાણમાં વળ્યા, અને રીતભાતમાં અને રસવૃત્તિમાં આપણી જની ઢપછપની વધારે કદર કરવા લાગ્યા. તે ઉપરાંત આખી દુનિયામાં અત્યારે કલા તરફ લેખકોની અને વાચકોની બુદ્ધિ વધારે જાગ્રત થઈ છે તે પણ ખરું. એટલે બહેનોએ જાહેરમાં ગરબા ગાવામાં વધારે ઉત્સાહ બતાવ્યો. એ જાતના ગીતસાહિત્યની ખપત વધી તે સાથે આપણા લેખકોએ નવા રાસો પણ લખવા માંડયા, અને પરિણામે રાસનાં અનેક નવાં સ્વરૂપે ફૂલીફાલી ઊઠયાં. આ બધાં સ્વરૂપ કલાની દષ્ટિએ સાચાં છે કે મૂળના સુધારા જ છે એમ મને લાગ્યું નથી. હજી આપણા રાસલેખકને જુના રાસોની મધુર હલક સિદ્ધ થઈ નથી, આ વાત રાસકવિઓમાં મુખ્ય ગણાયેલ કવિશ્રી ન્હાનાલાલ પિતા વિશે કબૂલ કરે છે. તેઓ કહે છે: “તે પછી ૧૯૧૦ માં છપાયો મહારે પહેલો
૨. સદર પુષ્ટ રરર૫