________________
પરિભાષામાં શ્વાસોચ્છવાસના નિરીક્ષણની આ સાધનાને “આનાપાન સતિ કહે છે. આનાપાન એટલે શ્વાસોચ્છવાસ અને “સતિ” એટલે સ્મૃતિ-અર્થાત્ શ્વાસોચ્છવાસ પ્રતિ જાગૃતિ. શિબિરના પ્રારંભથી સતત સાડા ત્રણ દિવસ સુધી, રોજના દશેક કલાક, આનાપાન સતિનો આ અભ્યાસ કરાવવામાં આવે છે. સાડા ત્રણ દિવસના આનાપાન સતિના અભ્યાસ દ્વારા ચિત્ત કંઈક અંતર્મુખ અને એકાગ્ર બને છે અને શરીરની અંદર અવિરામ ચાલી રહેલ પરિવર્તનના કારણે જન્મતી સ્થૂલ-સૂક્ષ્મ સંવેદનાઓને પકડવાની કંઈક ક્ષમતા ચિત્તમાં પ્રકટે છે ત્યારે - શિબિરના ચોથા દિવસે - વિપશ્યનાનો પહેલો પાઠ આપવામાં આવે છે. અર્થાતુ અહીં સુધી શ્વાસોચ્છવાસના નિરીક્ષણનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તે વિપશ્યના નથી પણ તેની પૂર્વ તૈયારી : માત્ર છે.
વિપશ્યનાનો સીધો સંબંધ ત્રીજા અંગ - 'પ્રજ્ઞા' સાથે છે. શીલ અને સમાધિ તે માટેની ભૂમિકા તૈયાર કરે છે. પ્રજ્ઞા અર્થાત્ વિવેકની જાગૃતિ અને અવિદ્યાનો ઉચ્છેદ. આનાપાન સતિનો અભ્યાસ પાકો થયા પછી, ચોથા દિવસે શરૂ થતા વિપશ્યનાના અભ્યાસમાં માત્ર હોઠ ઉપરનાં સંવેદનો જોવાને બદલે શિખાથી પગનાં તળિયાં પર્યંત ચિત્તને ક્રમશઃ લઈ જઈ, શરીરના તે તે ભાગમાં જે કંઈ સંવેદના અનુભવાય તેને કર્તા-ભોકતા બન્યા વિના - રાગ-દ્વેષની પ્રતિક્રિયા કર્યા વિના - ‘તે અનિત્ય છે” એ ભાનપૂર્વક સમજાવે જોવાનો એકડો ઘૂંટાવવામાં આવે છે. પૂર્વસંસ્કારવશ રાગ-દ્વેષની પ્રતિક્રિયા આપણા ચિત્તમાં સામાન્યતઃ ઊઠયા જ કરે છે; તેમાંથી બહાર નીકળી, બનતી ઘટના “અનિત્ય છે, અનિત્ય છે માટે અનાત્મ છે, જે જે અનાત્મ તે દુઃખરૂપ' - આ ભાનપૂર્વક એ ઘટનાને નિર્લેપભાવે, કેવળ તટસ્થ દ્રષ્ટા રહીને અર્થાતુ રાગદ્વેષાત્મક કશી પ્રતિક્રિયા કર્યા વિના જોતા રહેવાનો - બીજા શબ્દોમાં કહીએ તો કર્તા-ભોકતા બન્યા વિના જોતા રહેવાનો - મહાવરો વિપશ્યનાના અભ્યાસ દ્વારા થાય છે.
શ્વાસ કે સંવેદના જવાનું પ્રયોજન
આમ, પોતાના દેહમાં પ્રતિક્ષણ ચાલી રહેલ સ્કૂલ-સૂક્ષ્મ પરિવર્તનને જોતા રહેવાના અભ્યાસથી જીવનના તટસ્થ પ્રેક્ષક રહેવાનો પ્રારંભ કરાય છે. શરીરની સ્કૂલ-સૂક્ષ્મ સંવેદનાઓને નિરાકતભાવે જોતા રહેવાનો એ અભ્યાસ પરિપકવ