________________
વિપશ્યના શું છે?
H
‘“ઈગતપુરીની દશ દિવસની શિબિર પૂરી કરીને હું ઘેર આવ્યો, ત્યારે મારા સ્વભાવમાં થયેલા પરિવર્તનથી મને નવાઈ લાગી. પહેલાં હું અવારનવાર ગરમ થઈ જતો હતો, પણ હવે કોધ મોળો પડી ગયો હતો. વળી, છેલ્લા છ મહિનાના આરામના સમય દરમ્યાન મને જેટલું સારું નહોતું લાગ્યું, તેટલું એ દશ દિવસની શિબિર પછી સારું લાગ્યું. મારું તંદુરસ્ત શરીર જોઈને કુટુંબીજનો આશ્ચર્ય પામ્યાં.
મારું બ્લડ પ્રેસર - લોહીનું દબાણ - ઊંચુ રહેતું હતું, તે અંગે ડૉકટરને બતાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે બ્લડ પ્રેસર હવે સમતોલ normal થઈ ગયું હતું ! મારાં વ્યસનો ચા બીડી છૂટી ગયાં. શરીર સુધર્યું. ધર્મ અંગે પૂર્વે મારા મનમાં જે દ્વિધા હતી તે પણ દૂર થઈ અને, પ્રબળ આધ્યાત્મિક જાગૃતિ આવી. વિપશ્યના-સાધના દ્વારા મન નિર્મળ અને સ્વસ્થ થતું જાય છે, રાગદ્વેષ મંદ પડતા જાય છે.
આમ, હાર્ટએટેક-હૃદયરોગનો હુમલો - મારા માટે તો આશીર્વાદ રૂપ સાબિત થયો. મને તેણે ધર્મના ઉંબરે લાવી મૂકયો.
મારા ઉપર્યુકત અનુભવથી પ્રેરાઈને, સ્વાભાવિક રીતે જ મારા મિત્રોને તેમજ મારા પરિવારને વિપશ્યના-શિબિરોમાં જોડાવાની પ્રેરણા કરવાનું મને મન રહ્યાં કરે છે.’’
આ ઉદ્ગાર છે ૪૨ વર્ષની વયના, ભાતબજાર-મુંબઈમાં પેઢી ધરાવતા એક વેપારીના.
હાર્ટએટેક પછી મુંબઈની હરકિશનદાસ હૉસ્પિટલમાં બત્રીસ દિવસની સારવાર દરમ્યાન મળેલી નવરાશમાં પુસ્તકોના વાચન તરફ એ વળ્યા. એમાંના એક પુસ્તકમાંથી વિપશ્યના વિશે પ્રેરણા મેળવી એ