________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
ચડાવેલાં પુષ્પાદિ નિર્માલ્ય ગણાતાં નથી. જો એમ ન હોય તો એક જ રેશમી વસ્ત્રથી એકસો આઠ જિનેશ્વર ભગવંતની પ્રતિમાને અંગલુછન કરનારા વિજયાદિ દેવતા જંબૂઢીપપન્નત્તિમાં કેમ વર્ણન કરેલા હોય ? નિર્માલ્યનું લક્ષણ.
જે કોઈ વસ્તુ એક વાર ચડાવેલી શોભા રહિત થઈ જાય. અથવા ગંધરહિત અને કાન્તિ રહિત થયેલી હોય, દેખનારા ભવ્ય જીવોને આનંદદાયક ન થઈ શકતી હોય તેને નિર્માલ્ય ગણવી એમ બહુશ્રુત પૂર્વાચાર્યોએ સંઘાચારની વૃત્તિમાં કહેલું છે. વળી શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે કરેલા વિચારસાર પ્રકરણમાં તો એમ કહેલ છે કે :
“દેવદ્રવ્યના બે ભેદ હોય છે. ૧ પૂજા માટે કલ્પેલું, ૨ નિર્માલ્ય થયેલું.
૧. જિનપૂજા કરવા માટે ચંદન, કેસર, પુષ્પ, પ્રમુખ દ્રવ્યપૂજા માટે તૈયાર કરેલું કલ્પેલું કહેવાય છે, એટલે પૂજા માટે કણ્યા પછી બીજા ઉપયોગમાં વપરાય નહીં, પણ દેવની પૂજામાં ઉપયોગી છે, ૨ અક્ષત, ફળ (બદામ), નૈવેદ્ય, વસ્ત્રાદિ જે એક વાર પૂજાના ઉપયોગમાં આવી ગયું એવો દ્રવ્યનો સમુદાય તે પૂજા કર્યા પછી નિર્માલ્ય ગણાય છે. અને તે દ્રવ્યનો દેરાસરમાં ઉપયોગ થાય છે.
અહીંયાં પ્રભુ આગળ ચડાવેલા ચોખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કોઈપણ આગમમાં કે પ્રકરણમાં કે ચરિત્રોમાં ક્યાંય પણ એવો આશય બતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષોનો સંપ્રદાય પણ તેવો કોઈપણ ગચ્છમાં દેખાતો નથી. જે કોઈ ગામમાં આવકનો ઉપાય ન હોય. ત્યાં અક્ષત, બદામ, ફળાદિથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાનો પણ વિધિ છે. જો અક્ષતાદિ પણ નિર્માલ્ય સિદ્ધ થતા હોય તો તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય ? માટે અમો આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે જ નિર્માલ્ય છે, એ જ ઉક્તિ ખરી ઠરે છે.
કેમ કે શાસ્ત્રોમાં લખેલ જ છે કે મોરાવિ વ્યં નિર્મષ્ઠ દ્વિતિ જયસ્થા,' એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા યોગ્ય ન રહ્યું તે નિર્માલ્ય. એ ઉપરાંત વિશેષ તત્ત્વ તો સર્વજ્ઞ જાણે.
કેસર, ચંદન, પુષ્પાદિ પૂજા પણ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, મુખ, વગેરે આચ્છાદન ન થાય અને શોભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આહાદ થવાથી પુણ્યવૃદ્ધિનું કારણ બની શકે. પૂજાના ત્રણ પ્રકાર.
અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા-એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાર્જના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુંચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલી મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા દેવી, ધૂપિત સ્વચ્છ મૃદુ ગંધ કાષાયિકાદિ વસ્ત્રોથી અંગલુછણાં કરવાં. કેસર, ચંદન, કપૂર આદિથી મિશ્ર ગોશીષચંદનનું વિલેપન