________________
કાયોત્સર્ગ.
૩૯ અથવા દશવૈકાલિકસૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં પાંચ મહાવ્રત ચિંતવવાં, અથવા કોઈ પણ સઝાય કરવા યોગ્ય પચ્ચીસ શ્લોકનું ધ્યાન કરવું - એ પ્રમાણે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં લખેલું છે. પહેલાં પંચાશકની વૃત્તિમાં તો એમ લખેલું છે કે - કદાચિત્ મોહના ઉદયથી સ્ત્રી સેવવારૂપ કુસ્વપ્ર આવ્યું હોય, તો તત્કાળ ઊઠીને ઈરિયાવહિ પડિકકમીને એકસો આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ન કર્યા પછી અને રાત્રિ પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વગેરે પ્રમાદ થાય તો ફરીવાર કાઉસ્સગ્ન કરવો. કદાપિ દિવસે સૂતાં જો કુસ્વપ્ર થયું હોય, તો પણ કાયોત્સર્ગ કરવો. પણ તે જ વખતે કરવો કે સંધ્યાના પ્રતિક્રમણ વખતે કરવો, તેનો નિર્ણય કોઈ ગ્રંથમાં ન દેખવાથી (લખ્યો નથી, તેથી તે બહુશ્રુતો પાસે જાણવા યોગ્ય છે. સ્વપ્ર વિચાર :વિવેકવિલાસમાં તો વળી સ્વપ્રવિચાર વિષે એમ લખેલું છે કે -
સારું સ્વપ્ર દેખવામાં આવ્યા પછી સૂવું નહીં અને દિવસ ઊગ્યા પછી ઉત્તમ ગુરુની પાસે જઈને સ્વપ્ર કહેવું; અને ખરાબ સ્વપ્ર દેખીને પાછું તરત સૂઈ જવું, ને તે કોઈને પણ કહેવું નહીં. સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણ જેને બરોબર) હોય, પ્રશાંત (શીતળ પરિણામી) હોય, ધર્મપ્રિય હોય, નીરોગી હોય, જિતેન્દ્રિય હોય, એવા પુરુષને સારા કે ખરાબ સ્વપ્રો ફળ આપે છે.
૧ અનુભવેલું, ૨ સાંભળેલું, ૩ જોયેલું, ૪ પ્રકૃતિના બદલાવાથી, ૫ સ્વભાવથી, ૬ ઘણી ચિંતાથી, ૭ દેવના પ્રભાવથી, ૮ ધર્મના મહિમાથી, ૯ પાપની અધિકતાથી એમ નવ પ્રકારનાં સ્વપ્ર આવે છે. આ નવ પ્રકારનાં સ્વપ્રોમાંથી પહેલાંનાં છ પ્રકારનાં સ્વપ્રો શુભ હોય કે અશુભ હોય, પણ તે બધાં નિરર્થક સમજવાં અને પાછળનાં ત્રણ પ્રકારનાં સ્વપ્રો ફળ આપે છે.
રાત્રિના પહેલા પ્રહરે સ્વપ્ન જોયું હોય, તો બાર માસે ફળ આપે, બીજે પ્રહરે જોયું હોય તો છ માસે ફળ આપે; ત્રીજે પ્રહરે જોયું હોય, તો ત્રણ માસે ફળ આપે અને ચોથે પ્રહરે જોયું હોય, તો એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી રાતે સ્વપ્ન જોયું હોય, તો ખરેખર દશ દિવસમાં ફળ આપે અને સૂર્યોદય વખતે આવ્યું હોય, તો તત્કાળ ફળ આપે.
એકી સાથે ઘણાં સ્વપ્ન જોયાં હોય, દિવસે સ્વપ્ન જોયું હોય; ચિતા અથવા વ્યાધિથી જોયું હોય અને મળમૂત્રાદિની પીડાથી ઉત્પન્ન થયું હોય તો તે સર્વ (સ્વપ્ન) નિરર્થક જાણવાં.
પહેલાં અશુભ દેખીને પછી શુભ અથવા પહેલાં શુભ અને પાછળથી અશુભ સ્વપ્ન દેખે તો તેમાં પાછળનું જ સ્વપ્ન ફળ આપે છે. અશુભ સ્વપ્ન દીઠું હોય, તો શાંતિક કૃત્ય કરવાં. સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે :- ખરાબ સ્વપ્ન દેખીને થોડી રાત્રિ હોય, તો પણ પાછું સૂઈ જવું અને તે કોઈની પાસે કોઈપણ વખતે કહેવું નહીં, તેથી તે ફળતું નથી. સ્વપ્ન દીઠા પછી તરત જ ઉઠીને જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરે અથવા નવકાર ગણે તો તે સારું ફળ આપે. ભગવાનની પૂજા રચાવે, ગુરુભક્તિ કરે, શક્તિ પ્રમાણે નિરંતર ધર્મમાં તત્પર થઈને તપ કરે તો ખરાબ સ્વપ્ન હોય, તો પણ સારું સ્વપ્ન થાય છે (અર્થાત્ તેનું શુભ સ્વપ્ન જેવું ફળ થાય છે.)