________________
વ્રતશ્રાવક ઉપર સુરસુંદરકુમારનું દ્રષ્ટાંત.
૨૩
૧ માતા-પિતા સમાન, એટલે માતા-પિતા જેમ પુત્ર ઉપર હિતકારી હોય, તેમ સાધુ ઉપર હિતકર્તા; ૨ ભાઈ સમાન, એટલે સાધુને ભાઈની જેમ સર્વકાર્યમાં સહાયક હોય; ૩ મિત્ર સમાન, એટલે મિત્ર જેમ. મિત્રથી કંઈપણ અંતર ન રાખે તેમ સાધુથી કંઈપણ અંતર ન રાખે; અને ૪ શોક્ય સમાન, એટલે શોક્ય જેમ શોક્યની સાથે સર્વ વાતે ઈર્ષા જ કર્યા કરે, તેમ એવા પણ શ્રાવક હોય છે કે, સાધુનાં સર્વ પ્રકારે છળ-છિદ્ર શોધ્યા કરે.
પ્રકારાંતરે શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે ઃ
चव्विहा समणोवासगा पन्नत्ता तं जहा
१ आयंससमाणे २ पडागासमाणे ३ थाणुसमाणे ४ खरंटयसमाणे ॥
૧ દર્પણ સમાન શ્રાવક “તે, જેમ દર્પણમાં સર્વ વસ્તુ દેખાય’” તેમ સાધુનો ઉપદેશ સાંભળી પોતાના ચિત્તમાં ઉતારી લે; ૨ પતાકા સમાન શ્રાવક તે જેમ પતાકા પવનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનું ચિત્ત સ્થિર ન હોય; ૩ સ્થાણુ સમાન શ્રાવક - તે ખીલા જેવા, જેમ ખીલો કાઢી ન શકીયે તેમ સાધુને કોઈક એવા કદાગ્રહમાં નાંખી દે કે તેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય; અને ૪ ખરંટક સમાન એટલે અશુચિ સરખો શ્રાવક-તે પોતાના કદાગ્રહ રૂપ અશુચિને છોડે નહીં અને ગુરુને દુ-ર્વચનરૂપ અશુચિથી ખરડે.
પ્રશ્ન :- ચાર પ્રકારના શ્રાવકો કયા નયમાં ગણી શકાય ?
ઉત્તર ઃ- વ્યવહારનયમતે તો તેવા પ્રકારનો વ્યવહાર હોવાથી એ ચારે ભાવશ્રાવકપણે ગણાય છે, અને નિશ્ચયનયને મતે તો શોક્ય સમાન તથા ખરંટક સમાન એ બે પ્રકારના શ્રાવકો મિથ્યાત્વી પ્રાયઃ ગણાવ્યા હોવાથી દ્રવ્યશ્રાવક જાણવા અને બીજા બે પ્રકારના શ્રાવકોને ભાવશ્રાવક સમજવા. કહ્યું છે કે :
-
चिंतइ जइकज्जाइं, न दिट्ठखलिओ न होई निन्नेहो । एगंतवच्छलो जइजणस्स जणणिसमो सड्डो ॥ १ ॥
સાધુનાં કામ (સેવા-ભક્તિ) કરે, સાધુનું પ્રમાદાચરણ દેખી સ્નેહ રહિત થાય નહીં, તેમજ સાધુ લોકો ઉપર સદાય હિત-વત્સલ રહે તે “માતા સમાન શ્રાવક'' જાણવા.
हिए ससिणेहो च्चि, मुणिजणमणायरो विणयकम्मे ।
भायसमो साहूणं, पराभवे होई सुसहाओ ॥२॥
સાધુનો વિનય-વેયાવચ્ચ કરવામાં અનાદરવાળો હોય પણ હૃદયમાં સ્નેહવંત હોય અને કષ્ટ વખતે ખરેખર સહાયકારી થાય એવા શ્રાવકને “ભાઈ સમાન શ્રાવક” જાણવા.
मित्तसमाणो माणा, इसिं रूसई अपुच्छिओ कज्जे ।
मन्तो अप्पाण मुणीण सयणाओ अब्भहिअं ||३||